Ahmedabad : શ્વાસ ન લઈ શકતી કચ્છના શ્રમિકની નવજાત બાળકીને જટિલ અને દુર્લભ સર્જરી થકી આપ્યું નવજીવન
અમદાવાદ: અમદાવાદની અગ્રણી સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા અને સંવેદનશીલતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સાચી સંજીવની હોવાનો પુરાવો આપ્યો છે. સરહદી કચ્છ જિલ્લાના એક સામાન્ય શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ (Bilateral Choanal Atresia) નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી […]
