સુરત IT રેડમાં મોટો ધડાકો : ગજેરા ગ્રુપ અને અનિલ બગદાણાને ત્યાં 6ઠ્ઠા દિવસે પણ તપાસનો ધમધમાટ
સુરત: હીરા નગરી સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ અને અનિલ બગદાણાના વિવિધ ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સ (IT) વિભાગની તપાસ આજે સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહી છે. શહેરના 30 જેટલા સ્થળોએ એકસાથે શરૂ કરવામાં આવેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં 5 સ્થળોએ સર્ચ પૂર્ણ થયું છે, જ્યારે બાકીના સ્થળોએ હજુ પણ અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા […]

