World Bee Day : ૫૦ બોક્સથી સફર શરૂ કરી અંબાણી પરિવારના ‘વનતારા’ પ્રોજેક્ટ સુધી પહોંચ્યા જામનગરના ખેડૂત
જામનગર: આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મધમાખી દિવસ’ (World Bee Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં મધ-ક્રાંતિના મશાલચી બનેલા જામનગરના જોડિયા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત હરસુખભાઈ ભીમાણીની સફળતાની વાર્તા દરેક માટે પ્રેરણાદાયી છે. એક સમયે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં નોકરી કરતા હરસુખભાઈને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના એક પુસ્તકે મધમાખી પાલન તરફ વાળ્યા હતા. આઈન્સ્ટાઈને લખ્યું […]
