ગાંધીનગર: ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા જ ગુજરાત રાજ્યના એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA) માં ૨% નો વધારો જાહેર કર્યો છે. આ વધારા સાથે હવે એસ.ટી. નિગમના કર્મચારીઓને ૫૫% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના…— Harsh Sanghavi (@sanghaviharsh) August 26, 2025
આ જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ નિર્ણયના કારણે આ વધારો શક્ય બન્યો છે. આ વધારા સાથે, મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હકારાત્મક નિર્ણયથી કુલ રૂપિયા ૩૦ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. ટૂંક સમયમાં આ અંગેની વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે.
આ નિર્ણયથી હજારો એસ.ટી. કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વધારો કર્મચારીઓના આર્થિક બોજને હળવો કરવામાં મદદરૂપ થશે અને તહેવારોની ઉજવણી માટે તેમને વધુ રાહત મળશે.
