Thursday, 11 June 2026
  • Home  
  • વડોદરા PCBનો સપાટો : ફોર વ્હીલરમાં બનાવેલી ‘છૂપી ટાંકી’ઓમાંથી મળ્યો ગોવાનો દારૂ
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

વડોદરા PCBનો સપાટો : ફોર વ્હીલરમાં બનાવેલી ‘છૂપી ટાંકી’ઓમાંથી મળ્યો ગોવાનો દારૂ

વડોદરા: વડોદરા શહેર પીસીબી (PCB) શાખાને એક ચોક્કસ બાતમી મળી હતી કે દંતેશ્વર, ચિત્રાનગર સોસાયટીમાં રહેતો અમિત સોલંકી નામનો ઈસમ પોતાની કાળા કલરની ફોર વ્હીલરમાં ખાસ બનાવેલી ટાંકીઓમાં ગોવા ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વડોદરા આવી રહ્યો છે. બાતમી મુજબ, આ ઈસમ ચિખોદરા-ધનયાવી તરફથી થઈ તરસાલી થઈ વડોદરામાં પ્રવેશવાનો હતો. આ હકીકતને આધારે પીસીબીની ટીમે […]

વડોદરા: વડોદરા શહેર પીસીબી (PCB) શાખાને એક ચોક્કસ બાતમી મળી હતી કે દંતેશ્વર, ચિત્રાનગર સોસાયટીમાં રહેતો અમિત સોલંકી નામનો ઈસમ પોતાની કાળા કલરની ફોર વ્હીલરમાં ખાસ બનાવેલી ટાંકીઓમાં ગોવા ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વડોદરા આવી રહ્યો છે. બાતમી મુજબ, આ ઈસમ ચિખોદરા-ધનયાવી તરફથી થઈ તરસાલી થઈ વડોદરામાં પ્રવેશવાનો હતો. આ હકીકતને આધારે પીસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ફોર વ્હીલર આવતા જ તેને આંતરીને તલાશી લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ દારૂની હેરાફેરી માટે અત્યંત શાતિર મગજ લડાવ્યું હતું. તેણે આ ફોર વ્હીલરમાં દારૂ ભરવા માટેની ત્રણ વિશેષ ટાંકીઓ રાજસ્થાન ખાતેથી બનાવડાવી હતી. ટાંકીઓમાં દારૂ ભરવા માટેના ઢાંકણ પાછળની લાઈટોમાં અને સીટની પાછળ છૂપી રીતે ફિટ કર્યા હતા. ટાંકીમાંથી દારૂ બહાર કાઢવા માટેના વાલ્વ પાછળના ટાયર ઉપરના ગાર્ડની અંદર છૂપી રીતે ફિટ કરવામાં આવ્યા હતા.

આરોપી અમિત મણીલાલ સોલંકી ગોવા ખાતેથી અલગ-અલગ બારમાંથી ઈંગ્લીશ દારૂની ખરીદી કરતો હતો અને આ છૂપી ટાંકીઓમાં દારૂ ભરી વડોદરા લાવીને તેનું છૂટક વેચાણ કરતો હતો. પોલીસે આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ ઓપરેશનમાં કુલ ₹9,17,980 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની વિગતો નીચે મુજબ છે:

મુદ્દામાલની વિગતકિંમત (રૂપિયામાં)
૨૪૫ લિટર છૂટ્ટો દારૂ₹3,67,500
ઈંગ્લીશ દારૂની બોટલો₹24,000
કાળા કલરની ફોર વ્હીલર ગાડી₹5,00,000
રોકડ રકમ₹16,480
બે મોબાઈલ ફોન₹10,000

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic