Sunday, 19 April 2026
  • Home  
  • વડોદરા : ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરતી યુપી-બિહારની ત્રિપુટી ગેંગ ઝડપાઈ
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરા : ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરતી યુપી-બિહારની ત્રિપુટી ગેંગ ઝડપાઈ

વડોદરા: વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે મેચ દરમિયાન પ્રેક્ષકોની ભારે ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો સયાજીગંજ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સયાજીગંજ વિસ્તારમાં ‘ધ કોર્નર શોપ’ મેડિકલ સામે જમવાની લારી પાસે ત્રણ શંકાસ્પદ ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ઉભા છે. આ બાતમીના આધારે […]

વડોદરા: વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે મેચ દરમિયાન પ્રેક્ષકોની ભારે ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો સયાજીગંજ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સયાજીગંજ વિસ્તારમાં ‘ધ કોર્નર શોપ’ મેડિકલ સામે જમવાની લારી પાસે ત્રણ શંકાસ્પદ ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ઉભા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ પૈકીનો એક ફોન સયાજીગંજ રેલવે સ્ટેશન ઇનગેટ સામે આવેલી ‘રજવાડી ચા’ની દુકાન પાસેથી ચોર્યો હતો. જ્યારે બાકીના તમામ મોબાઈલ ફોન ગઈકાલે કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં સ્ટેડિયમની બહાર અને અંદર જતી પ્રેક્ષકોની ભીડનો લાભ લઈ ખિસ્સામાંથી સેરવી લીધા હતા.

પોલીસે ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી એવા ત્રણ સભ્યોની ધરપકડ કરી છે:

૧. સુબુર ફાયક પઠાણ (રહે. અલીગઢ, ઉત્તર પ્રદેશ)

૨. ખાલીદ નિયાઝ મેવાતી (રહે. અલીગઢ, ઉત્તર પ્રદેશ)

૩. રાશીદ શમસાઈ નાઈ (રહે. બિહાર)

પોલીસે આ ગેંગ પાસેથી વિવિધ બ્રાન્ડના કુલ ૯ નંગ મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૫,૦૯,૦૦૦/- થાય છે. સયાજીગંજ પોલીસે સેમસંગ મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે, જ્યારે અન્ય ફોન બાબતે BNSS કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરી જરોદ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

આ કાર્યવાહીથી ક્રિકેટ રસિકોમાં હાશકારો જોવા મળ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગ અગાઉ અન્ય કયા મોટા કાર્યક્રમોમાં સક્રિય હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic