Friday, 9 October 2026
  • Home  
  • MSME ક્ષેત્રે નવી ક્રાંતિનો ઉદય : નાના-મધ્યમ ઉદ્યોગો માટે ધમાકેદાર સહાય યોજના જાહેર!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - બિઝનેસ - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

MSME ક્ષેત્રે નવી ક્રાંતિનો ઉદય : નાના-મધ્યમ ઉદ્યોગો માટે ધમાકેદાર સહાય યોજના જાહેર!

ગાંધીનગર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસના પાયાને વધુ મજબૂત કરવા અને રાજ્યના સૂક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગો (MSME) ને વૈશ્વિક સ્પર્ધા માટે સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬: MSMEs માટે સહાય યોજના’ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. […]

ગાંધીનગર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસના પાયાને વધુ મજબૂત કરવા અને રાજ્યના સૂક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગો (MSME) ને વૈશ્વિક સ્પર્ધા માટે સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬: MSMEs માટે સહાય યોજના’ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ૧ જૂન, ૨૦૨૬ થી અમલી બનેલી આ વ્યાપક યોજના આગામી ૩૧ મે, ૨૦૩૧ સુધી એટલે કે પાંચ વર્ષ માટે સમગ્ર રાજ્યમાં કાર્યરત રહેશે. આ નીતિનો મુખ્ય હેતુ ઉદ્યોગોને માત્ર પરંપરાગત નાણાકીય સહાય પૂરી પાડવાનો નથી, પરંતુ મૂડી રોકાણ, વ્યાજ સબસિડી, વીજળી, રોજગાર, ગુણવત્તા પ્રમાણપત્ર, ટેક્નોલોજી એક્વિઝિશન, પેટન્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુધીના ક્ષેત્રોમાં સર્વગ્રાહી પીઠબળ પૂરું પાડવાનો છે.

નવી નીતિ હેઠળ તાલુકાઓ વિભાજિત કરી કેટેગરી-A અને કેટેગરી-B મુજબ પ્રોત્સાહનો નક્કી કરાયા છે. કેટેગરી-A માં માઇક્રો ઉદ્યોગને ૧ વર્ષમાં અને સ્મોલ તથા મીડિયમ ઉદ્યોગોને ૫ વર્ષમાં વિતરિત એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (EFCI) ના ૩૫ ટકા સુધી તેમજ કેટેગરી-B માં ૨૫ ટકા સુધી મૂડી સહાય મળવાપાત્ર થશે. આ સાથે ટર્મ લોન પર પાંચ વર્ષ સુધી ૭ ટકા વ્યાજ સહાય અને પ્રતિ યુનિટ રૂ. ૨ સુધી વીજદર સહાયની જોગવાઈ કરાઈ છે. રમતગમતના સાધનો, રોબોટ, ડ્રોન અને રમકડાં જેવા પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ (Thrust Sectors) માટે સંયુક્ત સહાયની મર્યાદા ૫૦ ટકા સુધી વધારવામાં આવી છે. આ ઉપરાંત મહિલા ઉદ્યોગસાહસિકો, નોંધાયેલા ઉત્પાદક સ્ટાર્ટઅપ્સ અને પ્રથમ પેઢીના ઉદ્યોગકારોને નિર્ધારિત મર્યાદાઓની અંદર ૧ ટકા વધારાની વ્યાજ સહાય પણ આપવામાં આવશે.

ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનો માટે નવી રોજગારીઓ ઉભી થાય તે હેતુથી યોજના હેઠળ ‘એમ્પ્લોયર EPF રિઇમ્બર્સમેન્ટ’ ની મોટી રાહત આપવામાં આવી છે. નવા કર્મચારીઓ માટે ઉદ્યોગપતિ દ્વારા ચૂકવાતા ૧૦૦ ટકા યોગદાનની પાંચ વર્ષ સુધી ભરપાઈ કરાશે. આ ઉપરાંત, Industry 4.0 અને ડિજિટલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે ICT સુવિધાઓ, AI સબસ્ક્રિપ્શન ફી અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ/આઈપીઆર (IPR) રજિસ્ટ્રેશન માટે ૭૫ ટકા સુધીની સહાય મળશે. એનર્જી અને વોટર ઓડિટ તથા ઈક્વિટી મૂડી ઊભી કરવા માટે SME એક્સચેન્જ ફંડ રેઇઝિંગ ખર્ચમાં પણ એક વખતની નાણાકીય રાહતની જોગવાઈ છે.

રાજ્ય સરકારના આ નીતિવિષયક નિર્ણયોમાં સ્થાનિક યુવાનોના હિતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ યોજનાઓ હેઠળ લાભ મેળવનારા તમામ એકમોએ પોતાના કુલ કર્મચારીઓમાંથી ઓછામાં ઓછા ૮૫ ટકા કર્મચારીઓ અને સુપરવાઇઝરી કક્ષાએ ઓછામાં ઓછા ૬૦ ટકા સ્થાનિક ગુજરાતીઓને રોજગાર આપવો ફરજિયાત રહેશે. આ સાથે જ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી થયેલા મૂડી રોકાણોને પણ નીતિના નિયમોને આધીન ગણતરીમાં લેવામાં આવશે. ‘માત્ર ઉદ્યોગ શરૂ કરો’ થી આગળ વધીને ‘ઉદ્યોગને મોટો બનાવો અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરો’ ના મંત્ર સાથે અમલમાં આવેલી આ નીતિ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્વર્ણિમ અધ્યાય ઉમેરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic