Sunday, 31 May 2026
  • Home  
  • Gujarat : રાજ્યની ૬૫ ટકા સરકારી સેવાઓ ડિજિલોકર સાથે જોડાઈ, ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે સન્માન
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

Gujarat : રાજ્યની ૬૫ ટકા સરકારી સેવાઓ ડિજિલોકર સાથે જોડાઈ, ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે સન્માન

ગાંધીનગર: “તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે” ના સંકલ્પને સાકાર કરીને ગુજરાતે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘નેશનલ કન્સલ્ટેટિવ વર્કશોપ ઓન સ્ટ્રેન્ધનિંગ સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક ફોર સ્ટેટ ડેટા’ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યું છે. ડિજિલોકર ઇન્ટિગ્રેશન (DigiLocker Integration) માં ઉત્કૃષ્ટ […]

ગાંધીનગર: “તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે” ના સંકલ્પને સાકાર કરીને ગુજરાતે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘નેશનલ કન્સલ્ટેટિવ વર્કશોપ ઓન સ્ટ્રેન્ધનિંગ સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક ફોર સ્ટેટ ડેટા’ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યું છે. ડિજિલોકર ઇન્ટિગ્રેશન (DigiLocker Integration) માં ઉત્કૃષ્ટ અને અસાધારણ યોગદાન આપવા બદલ દેશના પાંચ રાજ્યો — ગુજરાત, કર્ણાટક, કેરલમ, નાગાલેન્ડ અને રાજસ્થાનની સ્ટેટ ઇ-ગવર્નન્સ મિશન ટીમ (SeMT) ને આ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો છે.

રાજ્ય સરકારે પોતાની કુલ સેવાઓમાંથી ૬૫ ટકા સેવાઓને સીધી ડિજિલોકર એપ સાથે સક્સેસફુલી ઈન્ટિગ્રેટ કરી દીધી છે. આ ક્રાંતિકારી સ્ટેપના કારણે રાજ્યના ૧.૯૨ કરોડથી વધુ નાગરિકો સુધી ડિજિટલ દસ્તાવેજો અત્યંત સરળતાથી પહોંચી રહ્યા છે. આ ઉપરાંત, ગુજરાતને બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ અને નવીનતા લાવવા માટે પણ નેશનલ લેવલે પુરસ્કૃત કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ (Digital India) અને ‘વિશ્વસનીય ડિજિટલ ગવર્નન્સ’ ના વિઝનને આગળ ધપાવવા માટે નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) સતત કાર્યરત છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) ની આ ડિજિલોકર પહેલ નાગરિકો માટે સંપૂર્ણ પેપરલેસ સોલ્યુશન પ્રદાન કરે છે. આઇ.ટી નિયમ-૨૦૧૬ (IT Act 2016) ની જોગવાઈઓ અંતર્ગત ડિજિલોકરમાં સંગ્રહિત કરવામાં આવેલા દરેક ડિજિટલ ડોક્યુમેન્ટ તેના ભૌતિક અસલ દસ્તાવેજ સમાન જ કાયદાકીય ખરાઈ અને માન્યતા ધરાવે છે. હવે નાગરિકોએ સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને અસલ દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરાવવાની જરૂર ન રહેતા લોકોના ‘Ease of Living’ માં મોટો સુધારો થયો છે.

ગુજરાત સરકારના વિભિન્ન મહત્વના વિભાગોએ પોતાની સેવાઓ ડિજિલોકર સાથે જોડી દીધી છે:

  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ: નાગરિકો પોર્ટલ RCMS (રેશનકાર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ) પરથી રેશનકાર્ડની તમામ વિગતો ડિજિલોકરમાં મેળવી શકે છે.
  • ડિજિટલ ગુજરાત પોર્ટલ: ૧ જાન્યુઆરી ૨૦૧૬ પછી ઇસ્યુ કરવામાં આવેલા મહત્વના દસ્તાવેજો જેવા કે જાતિનું પ્રમાણપત્ર (Caste Certificate), આવકનું પ્રમાણપત્ર (Income Certificate) અને ડોમિસાઇલ પ્રમાણપત્ર ડિજિલોકર વોલેટમાં ઓટોમેટીક ઉપલબ્ધ છે.
  • મહાનગરપાલિકાઓની સેવાઓ: અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર જેવી તમામ મોટી મહાનગરપાલિકાઓએ નાગરિક લક્ષી સેવાઓ ડિજિલોકર પર લાઈવ કરી દીધી છે.
  • દિવ્યાંગો માટે વિશેષ સુવિધા: રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજિલોકર પર ઉપલબ્ધ છે, જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો મફત સરકારી એસ.ટી. બસ પરિવહનનો લાભ મેળવી શકે છે.

આ સિવાય રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓ, જીઆઇડીસી (GIDC), ડિરેક્ટરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ, તેમજ લેન્ડ રેકોર્ડસ જેવી મહત્વની સરકારી કચેરીઓ પણ આ સુરક્ષિત અને નાગરિક-કેન્દ્રિત પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂકી છે.

ગાંધીનગરની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્યાની બારોટે પોતાનો લાઈવ અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, “મેં મારા મોબાઈલમાં ડિજિલોકર એપ્લિકેશન ડાઉનલોડ કરીને મારા મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે ઓળખપત્રો અને સરકારી કાર્ડ્સ વગેરે સુરક્ષિત સંગ્રહિત કર્યા છે. આ સ્માર્ટ સુવિધાના કારણે હું ગમે ત્યારે અને ગમે તે સ્થળેથી ભૌતિક ડોક્યુમેન્ટ વગર તેને ઓનલાઈન એક્સેસ કરી શકું છું. સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓનું કામ સરળ બનાવવા માટે સરકારનો ખૂબ ખૂબ આભાર.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic