Thursday, 11 June 2026
  • Home  
  • Gujarat Police : ઓપરેશન ‘ડેલ્ટા હન્ટ’, એક જ રાતમાં ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

Gujarat Police : ઓપરેશન ‘ડેલ્ટા હન્ટ’, એક જ રાતમાં ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા

ગાંધીનગર: ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક અત્યંત સઘન અને અભૂતપૂર્વ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેને ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ (Operation Delta Hunt) નામ આપવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત પોલીસે એક જ રાતમાં કડક કાર્યવાહી કરીને રાજ્યના વિવિધ ભાગોમાંથી કુલ ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી લીધી […]

ગાંધીનગર: ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક અત્યંત સઘન અને અભૂતપૂર્વ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેને ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ (Operation Delta Hunt) નામ આપવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત પોલીસે એક જ રાતમાં કડક કાર્યવાહી કરીને રાજ્યના વિવિધ ભાગોમાંથી કુલ ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત, અન્ય ૭૮૨થી વધુ શંકાસ્પદોની અટકાયત કરીને તેમની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

આ ઓપરેશન સંદર્ભે વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની નીતિ બિલકુલ ‘ઝીરો ટોલરન્સ’ ની છે. રાજ્યની સરહદો ઓળંગીને ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરૂદ્ધ આ કડક ઝુંબેશ શરૂ કરાઈ છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસીને તેમને પરત બાંગ્લાદેશ મોકલવાની (ડીપોર્ટ કરવાની) કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી પકડાયેલા ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોમાં ૧૦૩ પુરુષો, ૧૮૮ મહિલાઓ અને ૭૧ બાળકોનો સમાવેશ થાય છે. ગુજરાતના જુદા-જુદા શહેરો અને જિલ્લાઓમાં કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીની વિગતો નીચે મુજબ છે:

  • અમદાવાદ શહેર: સૌથી વધુ ૧૫૫ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા.
  • સુરત શહેર: ૮૪ ગેરકાયદેસર નાગરિકોની ધરપકડ.
  • અમદાવાદ ગ્રામ્ય: ૩૪ બાંગ્લાદેશીઓની અટકાયત.
  • પૂર્વ કચ્છ-ગાંધીધામ: ૧૩ ઘૂસણખોરો પકડાયા.
  • ભરૂચ જિલ્લો: ૧૨ ગેરકાયદેસર રહેતા નાગરિકોની ધરપકડ.

આ સિવાય અન્ય વિસ્તારોમાંથી પણ અવૈધ રહેતા નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ લોકોને હાલ નિયમાનુસાર ડીટેન કરીને દેશની બહાર મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સ માત્ર આ ઘૂસણખોરો પર જ નહીં, પરંતુ તેમને ગેરકાયદેસર રીતે ભારતીય સિમ કાર્ડ, આશ્રય, નોકરી અથવા નકલી દસ્તાવેજો (જેવા કે નકલી ચૂંટણી કાર્ડ કે સત્તાવાર ઓળખપત્રો) પૂરા પાડનારા સ્થાનિક એજન્ટો, ફેસિલિટેટર્સ અને મકાનમાલિકોની પણ ઓળખ કરી રહી છે. કાયદાનો ભંગ કરીને આવા તત્વોને આશ્રય કે નોકરી આપનારા સ્થાનિક લોકો સામે પણ ગુનો દાખલ કરીને કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા આ ઓપરેશનનું પ્લાનિંગ એટલું ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું હતું કે શહેરોમાં રેડ (દરોડા) ચાલુ થવાની સાથે જ સંભવિત ઘૂસણખોરો રાજ્યની બહાર ભાગી ન જાય તે માટે તમામ એસ.ટી. બસ સ્ટેશનો, હાઈવેની ચોકીઓ, રેલવે સ્ટેશનો અને એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ પર તાત્કાલિક અસરથી કડક નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. આ વ્યૂહાત્મક નાકાબંધીના કારણે રેડ દરમિયાન અન્ય રાજ્યોમાં ભાગવાની કોશિશ કરી રહેલા અન્ય ૧૮ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને પણ નાકાબંધીના સ્થળેથી જ ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, પકડાયેલા બાંગ્લાદેશીઓમાંથી કેટલાક લોકો ૨-૪ વર્ષ પહેલાં અથવા તેનાથી પણ વધુ સમય પહેલાં પશ્ચિમ બંગાળના જુદા-જુદા સરહદી ગામડાઓમાંથી ભારતમાં ઘૂસ્યા હતા. ત્યાં તેમણે સ્થાનિક વચેટિયાઓની મદદથી પશ્ચિમ બંગાળના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવડાવ્યા હતા અને તે લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતના સત્તાવાર ગણાતા ઓળખપત્રો મેળવવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર નેટવર્ક અને તેના મૂળિયાં ક્યાં સુધી વિસ્તરેલા છે, તેની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પશ્ચિમ બંગાળ સરહદ પર BSFના ફેન્સિંગના કામ માટે ત્યાંની નવી સરકારે જે જગ્યા ફાળવી આપી છે, તેનાથી ભવિષ્યમાં આવા ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશવાનો મોકો નહીં મળે.

રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા મળેલા ટેકનિકલ તેમજ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકોમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના આધારે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો આખો ટ્રેકિંગ ડેટાબેઝ તૈયાર કરાયો છે. આ આધુનિક પદ્ધતિથી ૬૨૦૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓનો ડેટાબેઝ એકત્ર કરી આ ગેરકાયદેસર નેટવર્કને જડમૂળથી તોડવા માટે જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક જ રાતમાં આટલી મોટી ઐતિહાસિક સફળતા મેળવવા બદલ ગૃહ મંત્રીએ તમામ પોલીસ યુનિટ્સને અભિનંદન પાઠવ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic