Monday, 15 June 2026
  • Home  
  • અમદાવાદ : રમતમાં થયેલી એક નાની ભૂલ બની જીવનની સૌથી મોટી કસોટી, સિવિલના ડોક્ટરોએ ૩ વર્ષના બાળકને આપ્યું નવજીવન
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

અમદાવાદ : રમતમાં થયેલી એક નાની ભૂલ બની જીવનની સૌથી મોટી કસોટી, સિવિલના ડોક્ટરોએ ૩ વર્ષના બાળકને આપ્યું નવજીવન

અમદાવાદ: નાનાં બાળકોની વય રમત-ગમત અને નવી વસ્તુઓ જાણવાની જિજ્ઞાસાની હોય છે, પરંતુ ઘણી વખત આ જિજ્ઞાસા અત્યંત ગંભીર અકસ્માતનું કારણ બની જતી હોય છે. આવી જ એક રૂંવાડા ઉભા કરી દે તેવી અને દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. ઘરમાં રમતા-રમતા સાબુ બનાવવા માટે વપરાતા ઝેરી કેમિકલનું પાણી પી જવાથી […]

અમદાવાદ: નાનાં બાળકોની વય રમત-ગમત અને નવી વસ્તુઓ જાણવાની જિજ્ઞાસાની હોય છે, પરંતુ ઘણી વખત આ જિજ્ઞાસા અત્યંત ગંભીર અકસ્માતનું કારણ બની જતી હોય છે. આવી જ એક રૂંવાડા ઉભા કરી દે તેવી અને દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. ઘરમાં રમતા-રમતા સાબુ બનાવવા માટે વપરાતા ઝેરી કેમિકલનું પાણી પી જવાથી માત્ર ત્રણ વર્ષના એક નિર્દોષ બાળકની અન્નનળી (Food Pipe) સંપૂર્ણપણે બળીને નકામી થઈ ગઈ હતી. જોકે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોની અદ્ભુત કુશળતા, અસીમ ધીરજ અને બેજોડ ટીમવર્કના કારણે આ બાળકને નવજીવન મળ્યું છે અને તે આજે ફરીથી પોતાના મોઢેથી ખોરાક ખાઈ-પી શકે છે.

મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી અને હોસ્પિટલમાં જ નોકરી કરતા સરાફત અલીના ૩ વર્ષના પુત્ર અયાને ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ દાદાના ઘરે રમતી વખતે આકસ્મિક રીતે સાબુ બનાવવાનું કેમિકલ પી લીધું હતું. આ ઘટના બાદ તેને ગળામાંથી ખોરાક કે પાણી ઉતારવામાં અસાધ્ય તકલીફ થવા લાગી. બાળક પ્રવાહી કે ઘન ખોરાક ગળી શકતો ન હોવાથી ગભરાયેલો પરિવાર તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ પ્રાથમિક સારવારથી કોઈ સુધારો થયો નહીં. વધુ તબીબી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે કેમિકલના કારણે અયાનની અન્નનળી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને અંદરથી સંકોચાઈને અત્યંત સાંકડી થઈ ગઈ હતી. સ્થાનિક સ્તરે અન્નનળીને પહોળી કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ, અંતે માસૂમ અયાનને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ ડૉક્ટરોએ જોયું કે બાળક કુપોષણનો શિકાર ન બને તે માટે તાત્કાલિક કંઈક કરવું જરૂરી હતું. તેથી, સૌથી પહેલાં બાળકનું ફીડિંગ ગેસ્ટ્રોસ્ટોમી કરવામાં આવ્યું, જેના દ્વારા પેટમાં બહારથી નળી વાટે સીધો ખોરાક આપીને તેનું પોષણ અને વજન જાળવી રાખવામાં આવ્યું. ત્યારબાદ મહિનાઓ સુધી સતત ફોલોઅપ અને તબક્કાવાર મૂલ્યાંકન ચાલ્યું. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની ગંભીર સર્જરીઓ ઉતાવળમાં કરી શકાતી નથી. બાળકનું પ્રોપર વજન વધે, જઠરની ક્ષમતા મજબૂત થાય અને વિવિધ વિભાગોના નિષ્ણાતો સજ્જ થાય તે ખૂબ જરૂરી હોય છે.” ૧૭ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રથમ તબક્કાની સર્જરી કરીને અયાનની નકામી થઈ ગયેલી અન્નનળીને ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવી અને ગળાના ભાગે એક હંગામી કાણું કરવામાં આવ્યું હતું.

આખરે ૨૦ મે, ૨૦૨૬ના રોજ તબીબી જગતનો એક અદભુત કિસ્સો આકાર પામ્યો. ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને તેમની પીડિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ, તથા એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. સીમા ગાંધી અને તેમની ટીમે સાથે મળીને અતિ જટીલ એવી ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ (Gastric Pull-Up Surgery) સફળતાપૂર્વક પાર પાડી. આ સર્જરીમાં બાળકના પેટના જઠર (Stomach) ને કાળજીપૂર્વક ઉપર તરફ ખેંચીને છાતીના ભાગમાં લાવવામાં આવે છે અને તેને ગળા સાથે જોડીને એક ‘નવી અન્નનળી’ તરીકે આકાર આપવામાં આવે છે. જ્યારે કુદરતી અન્નનળી સંપૂર્ણ નાશ પામી હોય, ત્યારે આ સર્જરી મેડિકલ સાયન્સનું બ્રહ્માસ્ત્ર સાબિત થાય છે.

આ જટીલ ઓપરેશન બાદ અયાન હવે કોઈપણ મુશ્કેલી વગર સામાન્ય બાળકોની જેમ મોઢા દ્વારા બધું જ ખાઈ-પી રહ્યો છે. તેની તબિયત સંપૂર્ણ સુધારા પર હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયામાં થતી આ અત્યંત ખર્ચાળ સર્જરી અને દવાઓનો તમામ ખર્ચ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક (ફ્રી) કરવામાં આવ્યો છે.

આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થવાની સાથે જ દરેક માતા-પિતા માટે એક મોટો બોધપાઠ લઈને આવ્યો છે. ડૉ. રાકેશ જોષીએ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે:

  • બાળકોની પહોંચથી દૂર રાખો: ઘરમાં વપરાતું એસિડ, તેજાબ, ક્ષાર, સાબુ કે ડિટર્જન્ટ બનાવવાના કેમિકલ્સ, ફિનાઈલ, લિક્વિડ સોપ અને ટોયલેટ ક્લીનર જેવી ઝેરી વસ્તુઓ ક્યારેય નીચે ખુલ્લામાં ન રાખવી. તેને હંમેશા બાળકો ન પહોંચી શકે તેવા ઊંચા અને બંધ લોકવાળા કબાટમાં જ રાખવા જોઈએ.
  • કુદરતી વૃત્તિ: નાના બાળકોને રમતમાં કોઈપણ પ્રવાહી કે અજાણી વસ્તુ સીધી મોઢામાં મૂકી દેવાની કુદરતી આદત હોય છે. તમારી માત્ર એક સેકન્ડની નજરચૂક બાળકને જીવનભરનું દર્દ આપી શકે છે.
  • ઘરગથ્થુ ઉપચાર ન કરવા: જો ભૂલથી પણ બાળક કોઈ કેમિકલ કે ઝેરી પદાર્થ પી જાય, તો ઘરમાં લીંબુ પાણી કે ઉલટી કરાવવા જેવા દેશી નુસ્ખા અજમાવી સમય બગાડ્યા વિના, તાત્કાલિક તેને નજીકની સિવિલ કે મોટી હોસ્પિટલમાં એક્સપર્ટ ડોક્ટરો પાસે લઈ જવો જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic