Wednesday, 4 November 2026
  • Home  
  • PM ના કાફલા દરમિયાન અંધારપટ : ડભોઈમાં ફરજમાં બેદરકારી બદલ લાઈટ ઈન્ચાર્જ 6 દિવસ માટે સસ્પેન્ડ
- ગુજરાત - મધ્ય ગુજરાત

PM ના કાફલા દરમિયાન અંધારપટ : ડભોઈમાં ફરજમાં બેદરકારી બદલ લાઈટ ઈન્ચાર્જ 6 દિવસ માટે સસ્પેન્ડ

ડભોઈ: દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વહીવટી તંત્ર હંમેશાં એલર્ટ રહેતું હોય છે, પરંતુ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સામે આવેલી એક ગંભીર બેદરકારીએ ભારે ચર્ચા જગાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓનો કાફલો બાય રોડ […]

ડભોઈ: દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વહીવટી તંત્ર હંમેશાં એલર્ટ રહેતું હોય છે, પરંતુ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સામે આવેલી એક ગંભીર બેદરકારીએ ભારે ચર્ચા જગાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓનો કાફલો બાય રોડ વડોદરા તરફ જઈ રહ્યો હતો. આ વીવીઆઈપી (VVIP) કાફલો જ્યારે ડભોઈના માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સુરક્ષા અને લાઈટિંગ વ્યવસ્થાની મોટી પોલ ખુલી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વીવીઆઈપી કાફલાના પસાર થવાના રૂટ પર આવેલા નાદોદી ભાગોળ વિસ્તારથી લઈને સિનોર ચોકડી સુધીના માર્ગ પર અંદાજે 12 જેટલા લાઈટના થાંભલાઓ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ લાઈટો સતત લબક-ઝબક થઈ રહી હતી, જેના કારણે સુરક્ષા અને વિઝિબિલિટીને લઈને મોટો સવાલ ઊભો થયો હતો. આ રૂટ પરથી દેશના વડાપ્રધાન જેવા સર્વોચ્ચ નેતાનો કાફલો પસાર થવાનો હોવા છતાં લાઈટ શાખા દ્વારા યોગ્ય જાળવણી કે દેખરેખ રાખવામાં આવી ન હતી, જે સ્પષ્ટપણે ફરજમાં ગંભીર બેદરકારી દર્શાવે છે.

આ મામલે ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા સખત રૂખ અપનાવવામાં આવ્યો છે. લાઈટ શાખાના ઇન્ચાર્જ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ એચ. વસાવાને આ ગંભીર બેદરકારી બદલ પ્રાથમિક જવાબદાર ગણવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા અગાઉ પણ વિવિધ વિસ્તારોની લાઈટો રિપેર કરવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં સમયસર કામગીરી પૂર્ણ કરવામાં ન આવી હોવાથી, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ-48 હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત લાઈટ ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ડભોઈ નગરપાલિકા દ્વારા ઇન્ચાર્જ લાઈટ ઇન્ચાર્જને આગામી તારીખ 06/11/2026ના રોજ સવારના 11:00 કલાકે રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાનો લેખિત ખુલાસો રજૂ કરવા માટે સુનાવણી પણ રાખવામાં આવી છે. પાલિકા કચેરીમાં આ બાબતે અગાઉ પણ વારંવાર ફરિયાદો મળતી હોવાનું બહાર આવ્યું છે, જેથી વહીવટી કામગીરીમાં વિલંબ ન થાય અને ભવિષ્યમાં આવી ગફલત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં અને વહીવટી બેડામાં પણ ભારે હલચલ મચી ગઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic