Thursday, 5 November 2026
  • Home  
  • ઉત્તરાખંડ : ગંગોત્રી હાઈવે પર 7 મુસાફરોને લઈને જઈ રહેલી એક ઈનોવા કાર ઊંડી ખાઈમાં ખાબકી
- દેશ-દુનિયા

ઉત્તરાખંડ : ગંગોત્રી હાઈવે પર 7 મુસાફરોને લઈને જઈ રહેલી એક ઈનોવા કાર ઊંડી ખાઈમાં ખાબકી

ઉત્તરાખંડ: દેવભૂમિ ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા ગુજરાતના યાત્રાળુઓ પર આભ તૂટી પડ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઈવે પર એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 7 મુસાફરોને લઈને જઈ રહેલી એક ઈનોવા કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાં ખાબકીને નદીમાં ખાબકી હતી. આ કરૂણ હોનારતમાં ગુજરાતના 4 લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા […]

ઉત્તરાખંડ: દેવભૂમિ ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા ગુજરાતના યાત્રાળુઓ પર આભ તૂટી પડ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઈવે પર એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 7 મુસાફરોને લઈને જઈ રહેલી એક ઈનોવા કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાં ખાબકીને નદીમાં ખાબકી હતી. આ કરૂણ હોનારતમાં ગુજરાતના 4 લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયી છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત-બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદીના ઝડપી પ્રવાહ વચ્ચે ગુમ થયેલા અન્ય મુસાફરોની શોધખોળ શરૂ કરી દીધી છે.

મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના ગુરુવારે વહેલી સવારે ઉત્તરકાશી જિલ્લાના ગંગનાણી ધર્મકુંડથી આશરે 20 મીટર આગળ, ડબરાણી તરફ જતા માર્ગ પર ઘટી હતી. કાર નંબર UK08 TA6040 (હરિદ્વાર પાસિંગ) ધરાવતી ઈનોવા ગાડી અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઊંડી ખાઈમાં ગરકાવ થઈને સીધી નદીના ધસમસતા પ્રવાહમાં પડી ગઈ હતી. કારમાં સવાર તમામ 7 મુસાફરો મૂળ ગુજરાતના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જોકે તેઓ ગુજરાતના કયા ચોક્કસ શહેર કે જિલ્લાના રહેવાસી હતા તે અંગેની વિગતો હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી અને તંત્ર દ્વારા તેની ઓળખ છતી કરવાની કામગીરી ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ઉત્તરકાશીની સ્થાનિક પોલીસ, એસડીઆરએફ (SDRF – સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા નદીના પાણીના ભારે વહેણ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. SDRFના વોટર પોલીસના જવાનો અને ડાઇવર્સ (બુડથાલો) નદીમાં ઉતરીને ક્રેન અને સ્થાનિક સાધનોની મદદથી ગુમ થયેલા અન્ય મુસાફરોની શોધખોળ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 4 મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી છે, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યાએ આ ઘટના અંગે તાકીદે સંજ્ઞાન લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અને મેડિકલ ટીમોને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સઘન રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે આદેશો આપ્યા છે જેથી બચી ગયેલા લોકોને તાત્કાલિક તબીબી મદદ મળી રહે. જિલ્લા પ્રશાસન રેસ્ક્યૂ ઓપરેશન પર સતત નજર રાખી રહ્યું છે અને મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોનો સંપર્ક કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતના પ્રવાસીઓના આકસ્મિક મોતથી તેમના પરિવારજનોમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic