Friday, 17 April 2026
  • Home  
  • અભિનેત્રી નિલમ પંચાલના એક ટ્વીટ પર અમદાવાદ પોલીસે કરી મદદ
- ગુજરાત - મધ્ય ગુજરાત

અભિનેત્રી નિલમ પંચાલના એક ટ્વીટ પર અમદાવાદ પોલીસે કરી મદદ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની જાણીતી અભિનેત્રી નિલમ પંચાલને અમદાવાદમાં કેબ ડ્રાઈવર સાથે એક કડવો અને ડરામણો અનુભવ થયો છે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે કેબ ડ્રાઈવરે તેમને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે અભિનેત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તાત્કાલિક પોલીસની મદદ માંગી હતી. નિલમ પંચાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ […]

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની જાણીતી અભિનેત્રી નિલમ પંચાલને અમદાવાદમાં કેબ ડ્રાઈવર સાથે એક કડવો અને ડરામણો અનુભવ થયો છે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે કેબ ડ્રાઈવરે તેમને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે અભિનેત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તાત્કાલિક પોલીસની મદદ માંગી હતી.

નિલમ પંચાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે ટ્વીટ કરીને ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસને જાણ કરી હતી.

અભિનેત્રી નિલમ પંચાલે તાત્કાલિક મદદ માટે કરેલી ટ્વીટમાં લખ્યું હતું કે: “હું અત્યારે આ ટેક્સીમાં છું અને આ ડ્રાઈવર મને ધમકી આપી રહ્યો છે, મને સુરક્ષિત નથી લાગી રહ્યું. @GujaratPolice @AhmedabadPolice મને તાત્કાલિક ધોરણે તમારી મદદની જરૂર છે. હું કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી રહી છું…”

આ ટ્વીટ મળતાની સાથે જ અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. ગણતરીની મિનિટોમાં પોલીસની ટીમ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. પોલીસની મદદ મળ્યા બાદ નિલમ પંચાલે વધુ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું: “હા, @AhmedabadPolice સ્ટેશન પર મદદ માટે આવી ગયા છે… પણ તે કેબ ડ્રાઇવરના કારણે મારી ટ્રેન છૂટી ગઈ છે અને હવે હું ગૂંચવણમાં છું 😭”

જોકે, છેલ્લી ટ્વીટમાં તેમણે અમદાવાદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો: “મને સમયસર મદદ મળી ગઈ છે… @AhmedabadPolice મારી સાથે છે અને મને મદદ કરી રહી છે… @GujaratPolice @AhmedabadPolice આભાર 🙏”

અમદાવાદ પોલીસે સમયસર મદદ કરીને સાબિત કર્યું છે કે લોકોની સુરક્ષા માટે તેઓ હંમેશા તત્પર હોય છે. હાલમાં પોલીસ દ્વારા કેબ ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic