Wednesday, 2 September 2026
  • Home  
  • સુરતમાં સાયબર ક્રાઈમનો મોટો ધડાકો : ટેક્સ્ટાઈલ માર્કેટની આડમાં ચાલતું રૂ. 2000 કરોડનું કૌભાંડ ઝડપાયું
- ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - બિઝનેસ

સુરતમાં સાયબર ક્રાઈમનો મોટો ધડાકો : ટેક્સ્ટાઈલ માર્કેટની આડમાં ચાલતું રૂ. 2000 કરોડનું કૌભાંડ ઝડપાયું

સુરત: ડાયમંડ સિટી અને ટેક્સ્ટાઈલ હબ ગણાતા સુરત શહેરમાંથી સાયબર ક્રાઈમનો અત્યાર સુધીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત કાર્યવાહી કરી ટેક્સ્ટાઈલ માર્કેટની આડમાં ચાલતા આશરે 2,000 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કને ઝડપી પાડ્યું છે. આ રેકેટના તાર છેક કંબોડિયા અને નેપાળ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. […]

સુરત: ડાયમંડ સિટી અને ટેક્સ્ટાઈલ હબ ગણાતા સુરત શહેરમાંથી સાયબર ક્રાઈમનો અત્યાર સુધીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે “ઓપરેશન મ્યૂલ હન્ટ” અંતર્ગત કાર્યવાહી કરી ટેક્સ્ટાઈલ માર્કેટની આડમાં ચાલતા આશરે 2,000 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કને ઝડપી પાડ્યું છે. આ રેકેટના તાર છેક કંબોડિયા અને નેપાળ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ મુકેશ સવામી અને બાબુલાલ કારડ સુરતના ગ્લોબલ ટેક્સ્ટાઈલ માર્કેટમાં ‘સાંવરિયા ક્રિએશન’ નામે દુકાન ધરાવતા હતા. આ દુકાન માત્ર એક મહોરું હતું, જેની પાછળ આખું સાયબર ફ્રોડનું સામ્રાજ્ય ધમધમતું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓએ ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે શિક્ષણના નામે એક NGO (બિન-સરકારી સંસ્થા) પણ ખોલી હતી. આ સંસ્થાના બેંક ખાતાઓનો ઉપયોગ કાળી કમાણીને ઠેકાણે પાડવા માટે કરવામાં આવતો હતો.

સાયબર માફિયાઓ સામાન્ય લોકોને નિશાન બનાવવા માટે અત્યંત જોખમી પદ્ધતિ અપનાવતા હતા. તેઓ ગ્રાહકોને RTO ચલણ ભરવાના બહાને એક APK ફાઈલ મોકલતા હતા. જેવી કોઈ વ્યક્તિ આ ફાઈલ ડાઉનલોડ કરે કે તરત જ તેમનો મોબાઈલ હેક થઈ જતો અને બેંક ખાતામાંથી રકમ સાફ થઈ જતી હતી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આ પ્રકારની ફરિયાદો વધી હતી, જેના મૂળ સુધી સુરત પોલીસ પહોંચવામાં સફળ રહી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક માત્ર સુરત કે ભારત પૂરતું મર્યાદિત નહોતું. તેના મુખ્ય સૂત્રધારો નેપાળ અને કંબોડિયામાં બેસીને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડતા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી આ ગેંગના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ નેટવર્કમાં હજુ પણ મોટા નામો ખુલે તેવી શક્યતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic