Wednesday, 2 September 2026
  • Home  
  • નડિયાદના આચાર્યની હોટલમાં લંપટ લીલા, બાળકના LC માટે માતાને હોટલમાં બોલાવી પકડાયો
- ગુજરાત - મધ્ય ગુજરાત

નડિયાદના આચાર્યની હોટલમાં લંપટ લીલા, બાળકના LC માટે માતાને હોટલમાં બોલાવી પકડાયો

નડિયાદ: ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ નડિયાદની એક શાળાના આચાર્યએ આ પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને શિક્ષણ જગતને લાંછન લગાડતું કૃત્ય આચર્યું છે. નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી ‘હોટલ રોયલ ઇન’ માંથી એક મહિલા સાથે વાંધાજનક હાલતમાં ઝડપાઈ […]

નડિયાદ: ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ નડિયાદની એક શાળાના આચાર્યએ આ પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને શિક્ષણ જગતને લાંછન લગાડતું કૃત્ય આચર્યું છે. નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી ‘હોટલ રોયલ ઇન’ માંથી એક મહિલા સાથે વાંધાજનક હાલતમાં ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ આચાર્યએ પોતાના જ વિદ્યાર્થીની માતાને શાળાનું કામ પતાવવાના બહાને હોટલમાં બોલાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મળતી વિગતો અનુસાર, એક મહિલા પોતાના બે બાળકોનું લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા માટે નડિયાદની સ્કૂલમાં અરજી કરવા ગઈ હતી. ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવવા માટે તેને LC આપવાના બહાને અમદાવાદની હોટલમાં બોલાવી હતી. આચાર્યએ મહિલા પર દબાણ કરીને તેને હોટલના રૂમ નંબર 304 માં બોલાવી હતી.લંપટ આચાર્ય એટલી હદે બેખોફ હતો કે તે શાળાની સત્તાવાર LC બુક પણ પોતાની સાથે હોટલમાં લઈ ગયો હતો.

આ લંપટ આચાર્યની હિંમત તો જુઓ, તે સરકારી દસ્તાવેજ ગણાતી સ્કૂલની આખેઆખી LC બુક પણ હોટલના રૂમમાં લઈને પહોંચી ગયો હતો. આ બાબત સાબિત કરે છે કે તે સત્તાનો દુરુપયોગ કરીને મહિલાને લલચાવવા અથવા ડરાવવા માંગતો હતો. જોકે, આ બાબતની જાણ બજરંગ દળના કાર્યકરોને થતા તેઓ હોટલ પર પહોંચી ગયા હતા અને રૂમનો દરવાજો ખોલાવી આચાર્યની લંપટ લીલાનો પર્દાફાશ કર્યો હતો.

હોટલમાંથી ઝડપાયા બાદ ભારે હોબાળો મચ્યો હતો અને સમગ્ર મામલો વટવા GIDC પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આચાર્ય કિરીટસિંહ ઝાલાની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે, જેમાં આચાર્ય બચાવ કરતો જોવા મળી રહ્યો છે. શિક્ષણના ઓથા હેઠળ આવા વિકૃત માનસ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. શું હવે વાલીઓ પોતાની દીકરીઓ કે સ્વયં પણ સ્કૂલમાં જવામાં સુરક્ષિત છે? તેવો મોટો સવાલ આ ઘટનાએ ઉભો કર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic