Wednesday, 2 September 2026
  • Home  
  • વડોદરામાં જમીન-આસમાન જ્યાં જુઓ ત્યાં દારૂ! SMC એ દરોડો પાડી ભોંયરામાંથી વિદેશી દારૂ શોધી કાઢ્યો
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં જમીન-આસમાન જ્યાં જુઓ ત્યાં દારૂ! SMC એ દરોડો પાડી ભોંયરામાંથી વિદેશી દારૂ શોધી કાઢ્યો

વડોદરા: વડોદરા શહેરમાં દારૂબંધીના અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના સમા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી દુમાડ ચોકડી પાસે બાતમીના આધારે SMC ની ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે માત્ર વિદેશી દારૂ જ નહીં પરંતુ દેશી દારૂનો પણ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભોંયરું બનાવી […]

વડોદરા: વડોદરા શહેરમાં દારૂબંધીના અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના સમા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી દુમાડ ચોકડી પાસે બાતમીના આધારે SMC ની ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે માત્ર વિદેશી દારૂ જ નહીં પરંતુ દેશી દારૂનો પણ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

બુટલેગરો પોલીસથી બચવા માટે હવે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. અગાઉ પીસીબીએ છતની POP માંથી દારૂ ઝડપ્યો હતો, ત્યારે આ કેસમાં બુટલેગરોએ મકાનમાં ખાસ પ્રકારનું ભોંયરું (Secret Basement) બનાવી તેમાં દારૂ છુપાવ્યો હતો. જોકે, SMC ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરીને આ ભોંયરું શોધી કાઢ્યું હતું.

પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • વિદેશી દારૂ (IMFL): 2658 બોટલો (કિંમત રૂ. 13,09,655)
  • દેશી દારૂ: 250 લિટર (કિંમત રૂ. 50,000)
  • અન્ય: વાહન, 4 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.14,14,855 નો મુદ્દામાલ.

પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી કનુ ભલાભાઈ માળી સહિત હિમ્મત ઉર્ફે અબ્બો માળી અને ગૌતમસિંહ પરમારની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડની મુખ્ય સૂત્રધાર સરોજબેન ભલાભાઈ માળી સહિત દારૂ સપ્લાય કરનાર શાહરૂખ શેખ, સન્ની સિંહ ઉર્ફે બાપુ, રફીક દિવાન અને રવિ રાજપુત સહિત 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સમા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic