Friday, 17 April 2026
  • Home  
  • વડોદરામાં VCA દ્વારા ‘વેસ્ટ ઝોન T-20 ટૂર્નામેન્ટ’નું આયોજન, સ્વ. અંશુમન ગાયકવાડને અપાશે અનોખી અંજલિ
- ગુજરાત - મધ્ય ગુજરાત - મનોરંજન

વડોદરામાં VCA દ્વારા ‘વેસ્ટ ઝોન T-20 ટૂર્નામેન્ટ’નું આયોજન, સ્વ. અંશુમન ગાયકવાડને અપાશે અનોખી અંજલિ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર ક્રિકેટના રંગે રંગાવા જઈ રહી છે. વડોદરા ક્રિકેટર્સ એસોસિએશન (VCA) દ્વારા ભારતીય ક્રિકેટના લેજન્ડ અને પૂર્વ કોચ સ્વર્ગસ્થ અંશુમન દત્તજીરાવ ગાયકવાડની સ્મૃતિમાં ‘વેટરન વેસ્ટ ઝોન T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 26 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આ ટૂર્નામેન્ટ વડોદરાના ઐતિહાસિક મેદાનો પર રમાશે. પશ્ચિમ ભારતની […]

વડોદરા: સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર ક્રિકેટના રંગે રંગાવા જઈ રહી છે. વડોદરા ક્રિકેટર્સ એસોસિએશન (VCA) દ્વારા ભારતીય ક્રિકેટના લેજન્ડ અને પૂર્વ કોચ સ્વર્ગસ્થ અંશુમન દત્તજીરાવ ગાયકવાડની સ્મૃતિમાં ‘વેટરન વેસ્ટ ઝોન T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 26 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આ ટૂર્નામેન્ટ વડોદરાના ઐતિહાસિક મેદાનો પર રમાશે.

આ ટૂર્નામેન્ટમાં પશ્ચિમ ઝોન (West Zone) ની કુલ 5 વેટરન ટીમો ભાગ લેવાની છે. આ ટીમોના ખેલાડીઓ મેદાન પર ફરી એકવાર જૂની યાદો તાજી કરતા જોવા મળશે:

  1. મુંબઈ VCA
  2. મહારાષ્ટ્ર VCA
  3. ગુજરાત VCA
  4. સૌરાષ્ટ્ર VCA
  5. વડોદરા VCA

ટૂર્નામેન્ટના મુકાબલાઓ વડોદરાના બે જાણીતા મેદાનો, નવલખી કમ્પાઉન્ડ ખાતેનું SGSA ગ્રાઉન્ડ અને એરપોર્ટની સામે PTC ખાતેના મોરબાગ ગ્રાઉન્ડ પર રમાશે. આ સ્પર્ધા લીગ ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક ટીમને પોતાની પ્રતિભા બતાવવા માટે 2 મેચ મળશે. સૌથી વધુ પોઈન્ટ મેળવનારી બે ટીમો વચ્ચે ફાઈનલ જંગ ખેલાશે. તમામ મેચો BCCI ના સત્તાવાર T-20 ફોર્મેટના નિયમો મુજબ રમાશે.

ટૂર્નામેન્ટમાં વિજેતા બનનારી ટીમને ‘અંશુમન ગાયકવાડ કપ’ (Champions Trophy) એનાયત કરવામાં આવશે, જ્યારે રનર્સ-અપ ટીમને ‘નારાયણ રાવ સાઠમ ટ્રોફી’ (Runners Trophy) થી નવાજવામાં આવશે. આ પ્રસંગે VCA ના સ્થાપક સભ્યો સ્વ. અંશુમન ગાયકવાડ અને સ્વ. નારાયણ રાવ સાઠમના પરિવારજનોનું વિશેષ સન્માન કરવામાં આવશે.

નોંધનીય છે કે વેટરન ક્રિકેટર્સ એસોસિએશન (VCA) ની સ્થાપના 10 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય હેતુ નિવૃત્ત ક્રિકેટરોને રમત સાથે જોડી રાખવા, તેમને નવી તકો પૂરી પાડવી અને રમત પ્રત્યેની તેમની રુચિને મેદાન પર જીવંત રાખવાનો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic