Monday, 31 August 2026
  • Home  
  • ભારતમાં ચિત્તાઓની સંખ્યા 53 પર પહોંચી, કુનો નેશનલ પાર્કમાં ‘જ્વાલા’એ આપ્યો 5 બચ્ચાને જન્મ
- દેશ-દુનિયા

ભારતમાં ચિત્તાઓની સંખ્યા 53 પર પહોંચી, કુનો નેશનલ પાર્કમાં ‘જ્વાલા’એ આપ્યો 5 બચ્ચાને જન્મ

મધ્યપ્રદેશ: ભારતના મહત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ ચિત્તા’ માટે આજે એટલે કે 9 માર્ચ, 2026 નો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ સાબિત થયો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રહેલી નામિબિયન માદા ચિત્તા ‘જ્વાલા’એ 5 તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. નોંધનીય છે કે ‘જ્વાલા’ ત્રીજી વખત માતા બની છે, જે આ પ્રોજેક્ટની સફળતાનો મોટો પુરાવો છે. ભારતમાં ચિત્તાઓની સંખ્યામાં મોટો ઉછાળો […]

મધ્યપ્રદેશ: ભારતના મહત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ ચિત્તા’ માટે આજે એટલે કે 9 માર્ચ, 2026 નો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ સાબિત થયો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રહેલી નામિબિયન માદા ચિત્તા ‘જ્વાલા’એ 5 તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. નોંધનીય છે કે ‘જ્વાલા’ ત્રીજી વખત માતા બની છે, જે આ પ્રોજેક્ટની સફળતાનો મોટો પુરાવો છે.

કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ ખુશખબર શેર કરતા જણાવ્યું હતું કે, આ નવા મહેમાનોના આગમન સાથે ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા હવે 53 પર પહોંચી ગઈ છે. આ સાથે જ ભારતે ચિત્તા પુનઃસ્થાપન ક્ષેત્રે ‘અડધી સદી’ વટાવી દીધી છે. આ જન્મ સાથે ભારતીય ધરતી પર જન્મેલા અને જીવંત રહેલા બચ્ચાઓની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં ચિત્તાઓના 10 સફળ લીટર (બચ્ચાઓનો જન્મ) નોંધાયા છે.

આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ પશુચિકિત્સકો, ફિલ્ડ સ્ટાફ અને વન્યજીવ નિષ્ણાતોની રાત-દિવસની સખત મહેનત રહેલી છે. ભૂપેન્દ્ર યાદવે આ તમામ કર્મચારીઓની કુશળતા અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જ્વાલા અને તેના પાંચેય બચ્ચા સ્વસ્થ રહીને ભારતની ચિત્તા સંરક્ષણની ગાથાને વધુ ઊંચાઈએ લઈ જશે.

તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકન ચિત્તા ‘ગામિની’એ પણ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો અને ફેબ્રુઆરીમાં બોત્સ્વાનાથી પણ નવા ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા. આમ, સતત વધી રહેલી સંખ્યા દર્શાવે છે કે આફ્રિકન ચિત્તાઓ ભારતના પર્યાવરણમાં ખૂબ જ સારી રીતે અનુકૂલન સાધી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic