Friday, 17 April 2026
  • Home  
  • નવા કપડાંની ખરીદી કરી પરત ફરતા બે આશાસ્પદ યુવાનોને કાળ ભેટી ગયો: અજાણ્યા વાહને લીધો ભોગ
- ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત

નવા કપડાંની ખરીદી કરી પરત ફરતા બે આશાસ્પદ યુવાનોને કાળ ભેટી ગયો: અજાણ્યા વાહને લીધો ભોગ

વડોદરા: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટિયા પાસે મોડી સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના બે યુવાનો જ્યારે એક્ટિવા પર નવા કપડાંની ખરીદી કરીને હર્ષોલ્લાસ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળરૂપી અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. નવા કપડાંની ખરીદી કરી પરત […]

વડોદરા: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટિયા પાસે મોડી સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના બે યુવાનો જ્યારે એક્ટિવા પર નવા કપડાંની ખરીદી કરીને હર્ષોલ્લાસ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળરૂપી અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામે રહેતા અને ખેડૂત પરિવારના પુત્રો ૧૪ વર્ષીય મેહુલકુમાર સંજયસિંહ ચાવડા અને ૨૧ વર્ષીય વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા એક્ટિવા લઈને ડેસરના વાલાવાવ ચોકડી ખાતે કપડાં ખરીદવા આવ્યા હતા. કપડાંની ખરીદી કરીને બંને પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ભૈયાપુરા અને અમરેશ્વર વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવાનોને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માત સર્જીને વાહન ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ડેસર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

મૃતક મેહુલકુમાર વેજપુરની વૈજનાથ વિદ્યાલયમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતો હતો, જ્યારે વિશ્વરાજસિંહ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. એકસાથે ગામના બે આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર હઠીસિંહની મુવાડી ગામે પહોંચતા જ આખું ગામ હિબકે ચઢ્યું હતું. પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ અને ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હાલ ડેસર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic