Thursday, 11 June 2026
  • Home  
  • પાકિસ્તાની પ્રેમી યુગલ ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને કચ્છમાં ઘૂસ્યું
- ગુજરાત - દેશ-દુનિયા - સૌરાષ્ટ્ર

પાકિસ્તાની પ્રેમી યુગલ ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને કચ્છમાં ઘૂસ્યું

ગુજરાતના સંવેદનશીલ સરહદી વિસ્તાર કચ્છમાં ફરી એકવાર ગેરકાયદેસર ઘૂસણખોરીનો બનાવ સામે આવ્યો છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને કચ્છના ખડીરબેટ વિસ્તારના રતનપર ગામના મંદિર નજીકથી એક પાકિસ્તાની પ્રેમી યુગલને પોલીસે ઝડપી પાડ્યું છે. ગામલોકોની સતર્કતાને કારણે સુરક્ષા એજન્સીઓ આ યુગલને પકડી પાડવામાં સફળ રહી હતી. મળતી માહિતી મુજબ, રતનપર ગામના ગ્રામજનોને આ યુવક અને યુવતીની […]

ગુજરાતના સંવેદનશીલ સરહદી વિસ્તાર કચ્છમાં ફરી એકવાર ગેરકાયદેસર ઘૂસણખોરીનો બનાવ સામે આવ્યો છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને કચ્છના ખડીરબેટ વિસ્તારના રતનપર ગામના મંદિર નજીકથી એક પાકિસ્તાની પ્રેમી યુગલને પોલીસે ઝડપી પાડ્યું છે. ગામલોકોની સતર્કતાને કારણે સુરક્ષા એજન્સીઓ આ યુગલને પકડી પાડવામાં સફળ રહી હતી.

મળતી માહિતી મુજબ, રતનપર ગામના ગ્રામજનોને આ યુવક અને યુવતીની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગેની જાણ કરી હતી, જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને બંનેને હિરાસતમાં લીધા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પકડાયેલા આ બંને પ્રેમી યુગલે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન તરફથી ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી હતી અને અહીં સુધી પહોંચ્યા હતા. પકડાયેલા યુવકનું નામ તોતો ઉર્ફે તારા રણમલ ભીલ (ઉંમર ૧૬ વર્ષ) અને યુવતીનું નામ મીના ઉર્ફે પૂજા ભીલ (ઉંમર ૧૫ વર્ષ) છે. બંને પાકિસ્તાનના થારપારકર જિલ્લાના લાસરી, ઇસ્લામકોટ ગામના રહેવાસી છે.

બંને યુવક-યુવતી પ્રેમસંબંધને કારણે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતની હદમાં શા માટે પ્રવેશ્યા, તેનો મુખ્ય હેતુ શું હતો અને તેમને સરહદ પાર કરવામાં કોઈએ મદદ કરી છે કે કેમ, તે અંગે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. યુગલની પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે. સરહદી વિસ્તારમાં થયેલી આ ઘૂસણખોરી સુરક્ષા એજન્સીઓ માટે પણ એક ગંભીર ચિંતાનો વિષય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic