Thursday, 29 October 2026
  • Home  
  • નડિયાદના ૭૫ હજારથી વધુ નાગરિકોને લાભ: ૬૫ લાખ લીટરના ૪ અન્ડર ગ્રાઉન્ડ સમ્પનું ખાતમુહૂર્ત
- ગુજરાત - મધ્ય ગુજરાત

નડિયાદના ૭૫ હજારથી વધુ નાગરિકોને લાભ: ૬૫ લાખ લીટરના ૪ અન્ડર ગ્રાઉન્ડ સમ્પનું ખાતમુહૂર્ત

નડિયાદ શહેરના નાગરિકોને પીવાના પાણીનો પૂરતો અને નિયમિત પુરવઠો મળી રહે તે માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શહેરના ચાર વ્યૂહાત્મક સ્થળો પર કુલ ૬૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતા અન્ડર ગ્રાઉન્ડ સમ્પ (Under Ground Sump – ભૂગર્ભ ટાંકા) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ. ૪.૭૩ […]

નડિયાદ શહેરના નાગરિકોને પીવાના પાણીનો પૂરતો અને નિયમિત પુરવઠો મળી રહે તે માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શહેરના ચાર વ્યૂહાત્મક સ્થળો પર કુલ ૬૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતા અન્ડર ગ્રાઉન્ડ સમ્પ (Under Ground Sump – ભૂગર્ભ ટાંકા) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ. ૪.૭૩ કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

નડિયાદ શહેરની પીવાના પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા માટે નીચેના ચાર સ્થળોએ અન્ડર ગ્રાઉન્ડ સમ્પ બનાવવામાં આવશે:

  1. હરીદાસ હોસ્પિટલ નજીક
  2. સિવિલ હોસ્પિટલ નજીક
  3. સનરાઇઝ ટાંકી નજીક
  4. પ્રગતિનગર વિસ્તાર

આ ચારેય સ્થળોએ મળીને કુલ ૬૫ લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે.

નવી સુચિત સ્ટોરેજ વ્યવસ્થા ઉભી થવાથી નડિયાદ શહેરના અંદાજે ૬ જેટલા વોર્ડની ૭૫ હજારથી વધુ વસ્તીને સીધો લાભ મળશે.

આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે, જો ભવિષ્યમાં મુખ્ય પમ્પીંગ સ્ટેશનમાં કોઈ ખામી સર્જાય અથવા અન્ય કોઈ ટેકનિકલ સમસ્યા ઊભી થાય, તો આ નવા અન્ડર ગ્રાઉન્ડ સમ્પની વૈકલ્પિક વ્યવસ્થાના કારણે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠો યથાવત રાખી શકાશે. આનાથી શહેરને જળ સંકટમાંથી બચાવવામાં મદદ મળશે.

આ શુભ કાર્યક્રમનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલરો, નડીઆદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને અન્ય અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ નડિયાદ શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic