મેઘ મહેરથી છલકાયા જળાશયો : ગુજરાતમાં મોસમનો સરેરાશ ૮૮% વરસાદ પૂર્ણ, દ. ગુજરાત ૧૧૩% સાથે મોખરે
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું ૨૦૨૬ અંતર્ગત મેઘરાજાની વિપુલ કૃપા જોવા મળી રહી છે. રાજ્યમાં આ ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ ૩૧ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે મોસમના સરેરાશ કુલ વરસાદની સરખામણીએ ૮૮ ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૧૩.૫૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. […]

