Monday, 21 September 2026
  • Home  
  • વિદા‌ય ભણી ચોમાસું: આગામી ૨-૩ દિવસમાં કચછ અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વાપસી શરૂ થશે, દ.ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

વિદા‌ય ભણી ચોમાસું: આગામી ૨-૩ દિવસમાં કચછ અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વાપસી શરૂ થશે, દ.ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ!

અમદાવાદ: ગુજરાતમાં વિપુલ મેઘમહેર બાદ હવે નૈઋત્યના ચોમાસાની વિદાયનો સમય નજીક આવી ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી તાજી આગાહી અનુસાર, આગામી ૨ થી ૩ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેવાની શરૂઆત કરશે. હવામાન ખાતાના સત્તાવાર બુલેટિન મુજબ, રાજસ્થાન, પંજાબ, સૌરાષ્ટ્ર અને […]

અમદાવાદ: ગુજરાતમાં વિપુલ મેઘમહેર બાદ હવે નૈઋત્યના ચોમાસાની વિદાયનો સમય નજીક આવી ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી તાજી આગાહી અનુસાર, આગામી ૨ થી ૩ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેવાની શરૂઆત કરશે. હવામાન ખાતાના સત્તાવાર બુલેટિન મુજબ, રાજસ્થાન, પંજાબ, સૌરાષ્ટ્ર અને કચ્છના વધુ વિસ્તારોમાંથી ચોમાસાની વાપસી માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. હાલમાં ચોમાસાની વિદાય રેખા રામગઢ, મોહનગઢ, ફલોદી અને ખજુવાલા પરથી પસાર થઈ રહી છે.

ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ રહી હોવા છતાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી થોડા દિવસો દરમિયાન વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ૨૧ સપ્ટેમ્બરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારો માટે વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપતાં ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ પવન અને વીજળી સાથે હળવા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૨૩ સપ્ટેમ્બર પછી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. જોકે, હવામાન વિભાગના સાત દિવસના આઉટલુક અનુસાર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ૨૭ સપ્ટેમ્બર સુધી સ્થાનિક સ્તરે છૂટોછવાયો હળવો વરસાદ ચાલુ રહી શકે છે. આનાથી સંપૂર્ણ ચોમાસું વિદાય લેતાં પહેલાં પણ કેટલાક વિસ્તારોમાં ભેજયુક્ત વાતાવરણ જોવા મળી શકે છે.

દરમિયાન, હવામાન ખાતાએ વધુમાં ઉમેર્યું છે કે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર અંદમાન સમુદ્ર પર બનેલું લો-પ્રેશર ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ ૨૧ સપ્ટેમ્બર સુધીમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં અને ૨૨ સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ આ સિસ્ટમ ૨૩ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેની અસર દેશના વાતાવરણ પર જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic