Monday, 21 September 2026
  • Home  
  • અમદાવાદ એરપોર્ટ પરથી ૮.૯ કિલો હાઇડ્રોપોનિક વીડ સાથે મુસાફર ઝડપાયો!
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી ૮.૯ કિલો હાઇડ્રોપોનિક વીડ સાથે મુસાફર ઝડપાયો!

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી સફળ કામગીરી પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ્સની ટીમે બેંગકોકથી અમદાવાદ આવી પહોંચેલા એક મુસાફર પાસેથી ૮.૯૧૩ કિલોગ્રામ જેટલો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હાઇડ્રોપોનિક કેનાબિસ (ગાંજો/વીડ) નો જથ્થો જપ્ત કર્યો છે. કરોડો રૂપિયાની કિંમતના આ […]

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી સફળ કામગીરી પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ્સની ટીમે બેંગકોકથી અમદાવાદ આવી પહોંચેલા એક મુસાફર પાસેથી ૮.૯૧૩ કિલોગ્રામ જેટલો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હાઇડ્રોપોનિક કેનાબિસ (ગાંજો/વીડ) નો જથ્થો જપ્ત કર્યો છે. કરોડો રૂપિયાની કિંમતના આ નશીલા પદાર્થને એરપોર્ટ સુરક્ષા તપાસમાંથી બચાવવા માટે અત્યંત ચાલાકીપૂર્વક છુપાવવામાં આવ્યો હતો, પરંતુ કસ્ટમ્સ વિભાગની સતર્કતાને કારણે સ્મગલરનો આ કાવતરો નિષ્ફળ બન્યો છે.

મળતી માહિતી મુજબ, કસ્ટમ્સ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે બેંગકોકથી આવી રહેલી ફ્લાઈટમાં એક મુસાફર મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યો છે. આ ગુપ્ત માહિતીના આધારે AIU ની ટીમે શકમંદ મુસાફરની એરપોર્ટ પર જ ઘેરાબંધી કરી તેને અટકાવ્યો હતો. મુસાફરના ચેક-ઈન ટ્રોલી બેગની ઝીણવટભરી અને કડક તપાસ હાથ ધરવામાં આવતાં જ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલી બેગમાં કપડાંની વચ્ચે વિશિષ્ટ રીતે પેક કરેલા ૧૪ એરટાઈટ (હવાચુસ્ત) પેકેટો મળી આવ્યા હતા, જેની અંદર આ હાઇડ્રોપોનિક વીડ છુપાવવામાં આવ્યું હતું.

કસ્ટમ્સ વિભાગ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને સમગ્ર Contraband (નશીલા પદાર્થ) ના જથ્થાને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આરોપી મુસાફરની ઘટનાસ્થળે જ અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેની વિધિવત ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પ્રકારનું હાઇડ્રોપોનિક વીડ વિદેશમાં ખાસ ટેકનોલોજીથી ઉગાડવામાં આવે છે, જે સાદા ગાંજા કરતાં અનેક ગણું મોંઘુ અને વધુ નશાકારક હોય છે.

તપાસ અધિકારીઓએ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. બેંગકોકમાં આ ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આકા કોણ છે અને અમદાવાદમાં આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં કડક પૂછપરછ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ અને સ્થાનિક પેડલર્સ વચ્ચેના સંગઠિત કનેક્શનને તોડી પાડવા માટે કસ્ટમ્સ વિભાગ અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ લઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ મારફતે થતી નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરીને અટકાવવા માટે કસ્ટમ્સ વિભાગે આગામી દિવસોમાં ચેકિંગ વધુ સઘન બનાવવાનો નિર્ણય લીધો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic