Friday, 30 October 2026
  • Home  
  • માત્ર રૂ. ૫,૪૦૦માં પોતાના ઘરે લગાવો સોલાર સિસ્ટમ : કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારનો રેકોર્ડબ્રેક નિર્ણય, સબસિડી વધારીને કરી ૯૦ ટકા!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

માત્ર રૂ. ૫,૪૦૦માં પોતાના ઘરે લગાવો સોલાર સિસ્ટમ : કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારનો રેકોર્ડબ્રેક નિર્ણય, સબસિડી વધારીને કરી ૯૦ ટકા!

ગાંધીનગર: રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વીજ બિલના ભારણમાંથી મુક્તિ અપાવવા અને હરિત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય યોજના ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ હેઠળ રાજ્ય સરકારે પોતાના તરફથી વધારાની ‘સ્ટેટ સબસિડી’ (State Subsidy) જાહેર કરી છે. […]

ગાંધીનગર: રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વીજ બિલના ભારણમાંથી મુક્તિ અપાવવા અને હરિત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય યોજના ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ હેઠળ રાજ્ય સરકારે પોતાના તરફથી વધારાની ‘સ્ટેટ સબસિડી’ (State Subsidy) જાહેર કરી છે. આ ક્રાંતિકારી નિર્ણય બાદ હવે ૧ કિલોવોટ અને ૨ કિલોવોટ ક્ષમતા સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે સામાન્ય વર્ગના ગ્રાહકોએ બેન્ચમાર્ક ખર્ચના માત્ર ૧૦ ટકા અને અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના ગ્રાહકોએ માત્ર ૫ ટકા જ રકમ ભોગવવાની રહેશે.

આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની મળવાપાત્ર સહાય અને ગ્રાહકના નજીવા ફાળા બાદનો તમામ બાકી ખર્ચ હવે ગુજરાત સરકાર પોતે ભોગવશે. આ યોજના પાછળ રાજ્ય સરકાર અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડથી વધુનો આર્થિક બોજ સહન કરશે અને તેનાથી રાજ્યના ૩ લાખથી વધુ સામાન્ય, મધ્યમ અને વંચિત પરિવારોને સીધો આર્થિક લાભ થશે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને ૧ કિલોવોટની સોલાર સિસ્ટમ (કુલ ખર્ચ રૂ. ૫૪,૦૦૦) માટે રૂ. ૩૨,૪૦૦ કેન્દ્રીય સહાય અને રૂ. ૧૬,૨૦૦ રાજ્ય સબસિડી મળતાં લાભાર્થીએ માત્ર રૂ. ૫,૪૦૦ ચૂકવવા પડશે, જ્યારે SC/ST પરિવારોએ માત્ર રૂ. ૨,૭૦૦ ચૂકવવાના રહેશે.

તેવી જ રીતે ૨ કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર રૂફટોપ સિસ્ટમ (કુલ બેન્ચમાર્ક ખર્ચ રૂ. ૧,૦૭,૨૦૦) માટે અગાઉ કેન્દ્ર તરફથી રૂ. ૬૨,૮૦૦ મળતા હતા અને ગ્રાહકે રૂ. ૪૪,૪૦૦ ભરવા પડતા હતા. હવે રાજ્ય સરકાર સામાન્ય વર્ગ માટે રૂ. ૩૩,૬૦૦ ની વધારાની સબસિડી આપશે, જેથી સામાન્ય ગ્રાહકે માત્ર રૂ. ૧૦,૭૨૦ જ આપવાના રહેશે. જ્યારે SC/ST કેટેગરીના ગ્રાહકો માટે રાજ્ય સરકાર રૂ. ૩૮,૯૬૦ ની મહત્તમ સબસિડી આપશે, જેથી તેઓએ માત્ર રૂ. ૫,૩૬૦ નો ફાળો આપવો પડશે. આ આંકડાકીય રાહતના કારણે હવે ગરીબમાં ગરીબ પરિવાર પણ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજ બિલ શૂન્ય કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોલાર ક્રાંતિના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના ૧૪ લાખથી વધુ પરિવારો સોલાર સિસ્ટમ અપનાવી ચૂક્યા છે, જે પૈકી માત્ર ‘પીએમ સૂર્ય ઘર’ યોજના હેઠળ ૮.૫ લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મંત્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર નાગરિકોના સર્વાંગી આર્થિક વિકાસ અને પર્યાવરણપ્રિય ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે સતત પ્રતિબદ્ધ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic