સિલિકોન વેલીમાં ગુજરાતની મોટી છલાંગ : CM ભૂપેન્દ્ર પટેલે વૈશ્વિક ટેક કંપનીઓને આપ્યું સ્ટ્રેટેજિક પાર્ટનર બનવાનું આહવાન
ગાંધીનગર: અમેરિકાના પ્રવાસે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યુએસ પ્રવાસના બીજા દિવસે સિલિકોન વેલી ખાતે વૈશ્વિક ઉદ્યોગ સાહસિકો સાથે હાઈ-લેવલ બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી અને રાજ્યના ઉચ્ચસ્તરીય ડેલિગેશને સેમીકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડિપટેક ક્ષેત્રના ૧૦૦થી વધુ ગ્લોબલ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન-ટુ-વન બેઠકો યોજી હતી. […]


