ગુજરાતના આકાશમાં સ્ટારલિંકનો ચમત્કાર, અંતરિયાળ ગામડાઓમાં હવે મળશે સુપરફાસ્ટ ઇન્ટરનેટ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે એક અભૂતપૂર્વ ડગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં, વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) ની સબસિડિયરી સ્ટારલિંક (Starlink) અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) એક્સચેન્જ કરવામાં આવ્યા છે. […]


