Saturday, 31 October 2026

Tag: Gujarat News

દેશ-દુનિયા

પ્રોજેક્ટ ચિત્તા માટે ઐતિહાસિક ક્ષણ : કુનો નેશનલ પાર્કમાં ભારતમાં જન્મેલી ‘KJP21’ ચિત્તાએ આપ્યો ૫ બચ્ચાઓને જન્મ

નવી દિલ્હી: ભારતમાં વિલુપ્ત થઈ ચૂકેલા ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવાના કેન્દ્ર સરકારના ‘પ્રોજેક્ટ ચિત્તા’ (Project Cheetah) ને વધુ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સફળતા સાંપડી છે. મધ્ય પ્રદેશના શિયોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ભારતીય માટી પર જન્મેલી ૩૨ મહિનાની માદા ચિત્તા ‘KJP21’ એ એકસાથે પાંચ તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ આનંદદાયક સમાચાર કેન્દ્રીય પર્યાવરણ, વન અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

માઈભક્તો માટે મોટી રાહત : નવરાત્રીમાં પાવાગઢ રોપ-વે વહેલી સવારે ૪ વાગ્યાથી થશે શરૂ, વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન!

પંચમહાલ: શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જગતજનની મા કાલિકાના દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં દર્શનાર્થે ઉમટતી ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ‘શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ’ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા […]

ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ

નવરાત્રીનો રંગીન થનગનાટ : વડોદરાના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ, અજરખ પ્રિન્ટ અને V-નેક કુર્તા બન્યા ફર્સ્ટ ચોઈસ!

વડોદરા: ખેલૈયાઓના અતિપ્રિય અને જગત જનની મા શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી ૧૧ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ પાવન પર્વને લઈને વડોદરાના યુવાધનમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ગરબા ઉત્સવ નજીક આવતાં જ સંસ્કારી નગરીના મુખ્ય વેપારી મથકો અને બજારોમાં ચણિયાચોળી, ટ્રેડિશનલ […]

દેશ-દુનિયા

એશિયન ગેમ્સમાં તિરંગો લહેરાયો : પાકિસ્તાનને ૧૯ રને ધૂળ ચાટી અને ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

નિશિન (જાપાન): એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતા ભવ્ય સફળતા હાસિલ કરી છે. આઈચી-નાગોયા એશિયન ગેમ્સ અંતર્ગત નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી મહાકુંભ સમાન ફાઈનલ મેચમાં ભારતે પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૧૯ રને પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો છે. આ સાથે જ ભારતે ૨૦૨૩માં હાંગઝોઉ ખાતે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ધરતીપુત્રોનું મહાસન્માન : ગાંધીનગરમાં યોજાશે ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ સમારોહ, ૯૩ પ્રગતિશીલ ખેડૂતોનું થશે બહુમાન!

ગાંધીનગર: ગુજરાતના કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા ખેડૂતોની મહેનત અને સિદ્ધિઓને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાશે. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ રાજ્ય મંત્રી રમેશ […]

ગુજરાત દેશ-દુનિયા

મૌનનું મહાસામર્થ્ય : ગાંધીજી શા માટે અઠવાડિયામાં એક દિવસ પાળતા હતા મૌન વ્રત? જાણો તેનો પૌરાણિક અને આત્મિક પ્રભાવ!

અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનનું દરેક પાસું વિશ્વભરના લોકો માટે આજે પણ એક માર્ગદર્શક અને પ્રેરણાદાયી અધ્યાય સમાન છે. સત્ય, અહિંસા અને સત્યાગ્રહ જેવા શસ્ત્રોથી બ્રિટિશ હકુમતને ઝુકાવનાર બાપુ પોતાના અંગત જીવનમાં શિસ્ત અને અધ્યાત્મનું આકરી રીતે પાલન કરતા હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન હજારો લોકો સાથે સતત ઘેરાયેલા રહેવા છતાં, ગાંધીજી દર અઠવાડિયે સોમવારના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં આગામી ચાર રવિવારે યોજાશે ખાસ મતદાર નોંધણી ઝુંબેશ, BLO બૂથ પર રહેશે હાજર!

અમદાવાદ: ગુજરાતમાં ૧૮ થી ૧૯ વર્ષની વયના પ્રથમ વખતના યુવા મતદારો અને અત્યાર સુધી મતદાર યાદીમાં નામ નોંધાવવાથી વંચિત રહી ગયેલા પાત્ર નાગરિકો માટે એક ખુશખબર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓની સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આગામી ચાર રવિવારે ખાસ મતદાર નોંધણી ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

ગુજરાત દેશ-દુનિયા

દુબઈ-ઈઝરાયેલ ફ્લાયદુબઈ પ્લેન ક્રેશ કરવાનો કો-પાઈલટનો પ્રયાસ નિષ્ફળ, કેપ્ટન સ્મિત મચ્છારે બચાવ્યો ૧૮૦ લોકોનો જીવ!

અમદાવાદ: દુબઈથી તેલ અવીવ (ઈઝરાયેલ) જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની ફ્લાઇટ FZ1073 માં મધ્ય આકાશમાં સર્જાયેલી ભયાનક કટોકટી દરમિયાન ૧૮૦ થી વધુ મુસાફરોના જીવ બચાવનાર અસલી હીરો એક ભારતીય અને મૂળ ગુજરાતના પાઇલટ હોવાનું સામે આવ્યું છે. બ્રહ્મક્ષત્રિય પરિવારમાંથી આવતા અને વ્યાપક અનુભવ ધરાવતા પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છારે (Smit Machchhar) પોતાના કો-પાઇલટના કાયરતાપૂર્ણ અને ખતરનાક […]

દેશ-દુનિયા

ફ્લાયદુબઈ પ્લેનમાં પાઇલટ્સ વચ્ચે મારામારી, કાયરતાપૂર્ણ પ્રયાસ નિષ્ફળ જતાં સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ!

તેલ અવીવ/રિયાધ: દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની બોઈંગ ૭૩૭ મેક્સ વિમાનમાં મધ્ય આકાશમાં એક અત્યંત સનસનાટીભરી અને ભયાનક ઘટના સામે આવી છે. વિમાનના કોકપિટમાં જ બે પાઇલટ્સ વચ્ચે હિંસક ઝઘડો થતાં અને એક પાઇલટે પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરતા હાઈજેકિંગનો મોટો ભય સર્જાયો હતો. ફ્લાઇટ દરમિયાન અચાનક વિમાન હજારો ફૂટ નીચે તરફ ખાબકવા […]

ગુજરાત દેશ-દુનિયા

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન, રૂ. ૩૦૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૫ પાકિસ્તાની ઝડપાયા!

ગાંધીનગર: અરબ સાગરમાં ભારતીય દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓએ નાર્કો-સ્મગલિંગના નેટવર્ક વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ગુજરાત એટીએસ (ATS), ભારતીય તટ રક્ષક બળ (Indian Coast Guard) અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના સંયુક્ત ઇન્ટેલિજન્સ-આધારિત ઓપરેશનમાં અરબ સાગરમાં લક્ષદ્વીપના પશ્ચિમ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઈરાની બોટ (Dhow) ને ઘેરીને ઝડપી પાડવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic