Friday, 30 October 2026

Tag: Gujarat News

ઉત્તર ગુજરાત ગુજરાત

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો કેસરીયો લહેરાયો, ૪૪ માંથી ૩૮ સીટો પર ભવ્ય વિજય

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) ની ચ ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાની રાજકીય પકડ યથાવત રાખતાં ભવ્ય વિજય હાંસલ કર્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં ભાજપે ૩૮ બેઠકો પર ભવ્ય જીત નોંધાવી છે. જ્યારે મુખ્ય વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખાતામાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

નવરાત્રિમાં રાજ્યભરમાં કાર્યરત રહેશે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન, ૧૪૦૭ હોસ્ટેલ અને કેન્ટીનમાં કરાયું ચેકિંગ

ગાંધીનગર: શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના દરેક નાગરિકનો અધિકાર છે. આ સંકલ્પ સાથે નવરાત્રિના પાવન પર્વ દરમિયાન અને ત્યારબાદ પણ રાજ્યના તમામ નાગરિકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર તેમજ ઉચ્ચ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ભરૂચમાં રિધમ ગ્રુપના નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે જામી ગરબાની રમઝટ, ખેલૈયાઓનો ઉત્સાહ છલકાયો!

ભરૂચ: શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિકતાના પાવન પર્વ નવરાત્રી મહોત્સવના બીજા નોરતે ભરૂચ શહેરમાં આસો નવરાત્રીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચ ખાતે રિધમ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે ખેલૈયાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. મા અંબાની ભક્તિમાં લીન થઈને હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા અને તાલ અને લયના સથવારે ખેલૈયાઓએ ગરબાની અનોખી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મા શક્તિની આરાધનાનું મહાપર્વ : નવરાત્રીના ૯ દિવસ, મા દુર્ગાના ૯ સ્વરૂપો અને શુભ રંગોની સંપૂર્ણ વિગતવાર યાદી!

અમદાવાદ: જગતજનની મા શક્તિની ભક્તિ અને આરાધનાનો પાવન ઉત્સવ એટલે શારદીય નવરાત્રી. ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ થી સમગ્ર દેશમાં આસો નવરાત્રી મહોત્સવનો અત્યંત ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. આસો માસના આ ૯ પવિત્ર દિવસો દરમિયાન મા દુર્ગાના નવ વિવિધ સ્વરૂપો (નવદુર્ગા) ની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીમાં પ્રત્યેક દિવસનું એક વિશેષ આધ્યાત્મિક મહત્વ હોય […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

મોંઘા કોમર્શિયલ ગરબાના પાસ સામે શેરી ગરબાનો સુરક્ષિત માહોલ, ભરૂચની બુસા સોસાયટીમાં રંગેચંગે જામી નવરાત્રીની રંગત!

ભરૂચ: આજના આધુનિક સમયમાં જ્યારે મોટા આયોજનો અને મોંઘી ટિકિટો કે પાસ ધરાવતા કોમર્શિયલ ગરબાનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીએ આપણી પ્રાચીન અને પરંપરાગત શેરી ગરબાની સંસ્કૃતિને આબેહૂબ જીવંત રાખી છે. ‘બુસા ઉત્સવ મંડળ’ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ‘આપણી દીકરી, આપણા આંગણે, આપણા પરિવાર સાથે’ ની પવિત્ર ભાવનાથી નવરાત્રી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સ્વચ્છ રસોડું, શુદ્ધ ભોજન અને ગ્રાહકોનો વિશ્વાસ : સુરતથી શરૂ થયેલી અનોખી પહેલને મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બિરદાવી!

સુરત: તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે માત્ર સરકારી કાયદા-માર્ગદર્શિકાનું પાલન કરવું જ પૂરતું નથી, પરંતુ પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજીને સ્વચ્છતા, ગુણવત્તા તથા પારદર્શકતાને પ્રાથમિકતા આપતા રેસ્ટોરન્ટ સંચાલકો સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે. આ જ ઉદ્દેશ્ય અને પ્રોત્સાહકના ભાવ સાથે રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના મોટા વરાછા સ્થિત ‘ચુંદડી રેસ્ટોરન્ટ’ તેમજ ‘મૌસમ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી, ૨૦ ટકા અનામત યથાવત!

સુરત: સરહદો પર દેશની રક્ષા કાજે પોતાની યુવાની સમર્પિત કરનારા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે એક અત્યંત ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. સુરતની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, હવેથી ‘ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને કોઈ પણ પ્રકારની લેખિત કે શારીરિક પરીક્ષા […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત SVNIT ખાતે ‘ઈ-રક્ષક હેકેથોન’નો ગ્રાન્ડ ફિનાલે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિતિ!

સુરત: સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ના નેક્સસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘ઈ-રક્ષક હેકેથોન’ ના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. દેશના ૬ રાજ્યોની ૧૩ થી વધુ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોની ૩૧ ટીમોના ૧૫૦ થી વધુ યુવા તકનીકી નિષ્ણાત વિદ્યાર્થીઓ દ્વારા સાયબર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

સંસ્કારી નગરી વડોદરા મા શક્તિની ભક્તિમાં લીન, નવરાત્રી પર્વ નિમિત્તે માઈ મંદિરો રોશનીથી ઝળહળ્યા

વડોદરા: આવતી કાલથી આધ્યાત્મિકતા અને મા શક્તિની અરાધનાના મહાપર્વ એવા પવિત્ર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ અવસરે સંસ્કારી નગરી વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના સુપ્રસિદ્ધ અને પ્રાચીન માઈ મંદિરોમાં ભક્તોની આસ્થા અને ભક્તિભાવને ધ્યાનમાં રાખીને વિશેષ શણગાર, સુરક્ષા વ્યવસ્થા તેમજ વિવિધ સુવિધાઓ ઊભી […]

ઉત્તર ગુજરાત ગુજરાત

મહેસૂલી કર્મચારીઓના આંદોલનનો આવ્યો સુખદ અંત, સત્તાવાર રીતે આંદોલન પાછું ખેંચાયું!

ગાંધીનગર: ગુજરાતમાં નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના પડતર પ્રશ્નોને લઈને ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ’ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો આખરે સુખદ અને સકારાત્મક અંત આવ્યો છે. રાજ્ય સરકાર અને મહામંડળના પ્રતિનિધિઓ વચ્ચે ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic