Friday, 9 October 2026
  • Home  
  • મહેસૂલી કર્મચારીઓના આંદોલનનો આવ્યો સુખદ અંત, સત્તાવાર રીતે આંદોલન પાછું ખેંચાયું!
- ઉત્તર ગુજરાત - ગુજરાત

મહેસૂલી કર્મચારીઓના આંદોલનનો આવ્યો સુખદ અંત, સત્તાવાર રીતે આંદોલન પાછું ખેંચાયું!

ગાંધીનગર: ગુજરાતમાં નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના પડતર પ્રશ્નોને લઈને ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ’ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો આખરે સુખદ અને સકારાત્મક અંત આવ્યો છે. રાજ્ય સરકાર અને મહામંડળના પ્રતિનિધિઓ વચ્ચે ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. […]

ગાંધીનગર: ગુજરાતમાં નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના પડતર પ્રશ્નોને લઈને ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ’ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો આખરે સુખદ અને સકારાત્મક અંત આવ્યો છે. રાજ્ય સરકાર અને મહામંડળના પ્રતિનિધિઓ વચ્ચે ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના ઉદાર અને સંવેદનશીલ અભિગમના પરિણામે આ વિવાદ ઉકેલાતાં સમગ્ર રાજ્યની મહેસૂલી કચેરીઓમાં સેવાઓ પુનઃ પૂર્વવત બની છે.

ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની સંયુક્ત અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ’ના પ્રમુખ જામસંગ પરમાર સહિત પ્રતિનિધિમંડળના સભ્યો વચ્ચે અત્યંત સાનુકૂળ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. કર્મચારીઓની વિવિધ વ્યાજબી માંગણીઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીને તેના ત્વરિત અને કાયમી નિરાકરણ માટે સરકારે ખાતરી આપી હતી.

બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર હંમેશા પ્રજાહિત અને કર્મચારીઓના કલ્યાણ માટે કટિબદ્ધ રહી છે. રાજ્યના સામાન્ય નાગરિકોને મહેસૂલી કામગીરીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે અત્યંત ઉદાર અને સહાનુભૂતિપૂર્વકનો અભિગમ દાખવ્યો છે. તે જ રીતે મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ પણ ઉમેર્યું હતું કે, પ્રજાના વ્યાપક હિતમાં અને કર્મચારીઓની માંગણીઓના કાયમી ઉકેલ માટે સરકારે ખુલ્લા મનથી વાટાઘાટો કરી છે, જેને પગલે મહામંડળે પણ નાગરિકોની હાલાકી ધ્યાને રાખી આંદોલન સમેટી લેવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર તરફથી મળેલી આ સકારાત્મક ખાતરી અને સંવેદનશીલ બાંહેધરી બાદ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર સાથેની બેઠકમાં તેમના વિવિધ પડતર પ્રશ્નો પ્રત્યે ઊંડી સંવેદનશીલતા દાખવવામાં આવી છે અને તબક્કાવાર ઉકેલ લાવવા માટે સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે. આથી, કર્મચારીઓના હિતમાં આંદોલન મોકૂફ રાખવામાં આવે છે. મહામંડળે મુખ્યમંત્રી, મંત્રીઓ અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો આ સુખદ ઉકેલ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic