Friday, 30 October 2026

Tag: Gujarat News

ઉત્તર ગુજરાત ગુજરાત દેશ-દુનિયા

BIS સર્ટિફિકેટ મેળવનાર દેશનું પ્રથમ માણસા પોલીસ સ્ટેશન

ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલું માણસા પોલીસ સ્ટેશન દેશનું પ્રથમ એવું પોલીસ સ્ટેશન બન્યું છે જેને BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) દ્વારા IS 15700 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિએ પોલીસ સેવાઓ અને માળખાગત સુવિધાઓના ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

વાઘોડિયાના ખેડૂત સંજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં ટેક્નોલોજીનો સમન્વય સાધ્યો

વડોદરા: ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામના ખેડૂત સંજયભાઈ વલ્લભભાઈ પટેલે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૫૦ વર્ષીય સંજયભાઈએ તેમની ૨૨ વીઘા જમીન પર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને IoT (Internet of Things) જેવી આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને એક સફળ મોડેલ તૈયાર કર્યું છે. અગાઉ શિપિંગ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

ગુજરાત પોલીસની ‘GP-SMASH’ પહેલથી કેનેડાના NRIને ઘરે બેઠા ન્યાય મળ્યો

અમદાવાદ: ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા પર ૨૪x૭ કાર્યરત ‘GP-SMASH’ (Gujarat Police Social Media Analysis and Strategy Hub) પહેલ ફરી એકવાર લોકોની મદદ માટે આગળ આવી છે. આ પહેલ હેઠળ, કેનેડામાં રહેતા એક યુવાનની ઓનલાઈન છેતરપિંડીની સમસ્યાનું નિવારણ ઘરે બેઠા કરવામાં આવ્યું છે. કેનેડામાં રહેતા યુવાને X પર કરેલી ફરિયાદના આધારે ગુજરાત પોલીસે રૂ. ૬૫ હજાર […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા: પાનમ ડેમમાંથી પાણી છોડાતા મહી નદીના કાંઠાના ગામોને એલર્ટ

ખેડા: ઉપરવાસમાં ભારે વરસાદ અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં આવેલા મહી નદીના કાંઠાના ગામોના નાગરિકોને સાવધ રહેવાની અને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તાજેતરમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સલામતીના ભાગરૂપે, કેટલાંક માર્ગોને હાલ પૂરતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ૧૫ ગેટ ખોલાયા, ૨૭ ગામો એલર્ટ

નર્મદા: ગુજરાતના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આ વધતી જળસપાટીને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમની જળ સપાટી ૧૩૬.૭૪ મીટર પર પહોંચી છે. ડેમમાં ૧.૬૭ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે ડેમના ૧૫ ગેટ […]

દેશ-દુનિયા મનોરંજન

‘પવિત્ર રિશ્તા’ ફેમ અભિનેત્રી પ્રિયા મરાઠેનું ૩૮ વર્ષની વયે નિધન, કેન્સર સામે હારી લાંબી લડાઈ

મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી અભિનેત્રી પ્રિયા મરાઠેનું ૩૮ વર્ષની નાની વયે કેન્સર સામે જંગ હારીને અવસાન થયું છે. ‘પવિત્ર રિશ્તા’ જેવા લોકપ્રિય શોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવનાર પ્રિયાના નિધનથી ટીવી અને મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રિયા મરાઠેએ મુંબઈના મીરા રોડ સ્થિત પોતાના […]

ગુજરાત મધ્ય ગુજરાત

છોટાઉદેપુર: હેરણ નદી બે કાંઠે, નાલેજ ગામ પાસેનો ડાયવર્ઝન ધોવાયો

છોટાઉદેપુર: ઉપરવાસમાં અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન હેરણ નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદને લીધે નદીમાં પાણીની આવક વધી છે, જેના કારણે બોડેલીમાંથી પસાર થતી આ નદી પ્રથમ વખત સંપૂર્ણ ભરાઈ ગઈ છે. આ દ્રશ્યો જોઈને પંથકના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. જોકે, આ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત બોર્ડ દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે વેકેશન અને કાર્યદિવસોની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે વેકેશન અને કાર્યદિવસોનું વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. આ સમયપત્રક શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે આયોજનમાં ખૂબ મદદરૂપ થશે. શૈક્ષણિક સત્રની વિગત: રજાઓનું વિવરણ: આ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ ૮૦ દિવસની રજાઓ મળશે, જેમાં નીચે મુજબની રજાઓનો સમાવેશ થાય […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના પરાગરાજાના ગણરાજામાં “વિનાયકી સ્વરૂપ”ની સ્થાપના: સ્ત્રી શક્તિનું અનોખું પ્રતીક

વડોદરા: વડોદરાના જાણીતા શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૫માં આ વર્ષે એક અનોખી પહેલ કરવામાં આવી છે. મંડળ દ્વારા ગણેશજીના “વિનાયકી સ્વરૂપ” (ગણેશજીનું સ્ત્રી સ્વરૂપ)ની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના અનેક સ્વરૂપોમાંથી, વિનાયકી સ્વરૂપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે સ્ત્રી તત્વનું અને ‘શ્રી ગણપતિજીની શક્તિ’નું પ્રતીક છે. આ સ્વરૂપ એ દર્શાવે […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, સતલાસણા-વડાલી રસ્તો બંધ

ધરોઈ: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ, ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ૪ દરવાજા ખોલીને કુલ ૩૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. પાણીના પ્રવાહને કારણે ધરોઈ ડેમની હેઠવાસમાં આવેલો સતલાસણા-વડાલીને જોડતો નેશનલ હાઇવે ૫૮ પાણીમાં ડૂબી ગયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic