નવરાત્રીનો રંગીન થનગનાટ : વડોદરાના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ, અજરખ પ્રિન્ટ અને V-નેક કુર્તા બન્યા ફર્સ્ટ ચોઈસ!
વડોદરા: ખેલૈયાઓના અતિપ્રિય અને જગત જનની મા શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી ૧૧ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ પાવન પર્વને લઈને વડોદરાના યુવાધનમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ગરબા ઉત્સવ નજીક આવતાં જ સંસ્કારી નગરીના મુખ્ય વેપારી મથકો અને બજારોમાં ચણિયાચોળી, ટ્રેડિશનલ […]

