Thursday, 11 June 2026
  • Home  
  • ‘ધ યુનિટી ટ્રેઈલ’: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ રાષ્ટ્રીય કક્ષાની સાયકલોથોન યોજાઈ
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

‘ધ યુનિટી ટ્રેઈલ’: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ રાષ્ટ્રીય કક્ષાની સાયકલોથોન યોજાઈ

નર્મદા જિલ્લાના એકતાનગર (Statue of Unity) ખાતે શાનદાર પ્રાકૃતિક વાતાવરણમાં સૌ પ્રથમ વખત ‘ધ યુનિટી ટ્રેઈલ’ નામની બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સમગ્ર દેશમાંથી સાયકલિંગ ઉત્સાહીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ ભવ્ય સાઈક્લોથોનનું […]

નર્મદા જિલ્લાના એકતાનગર (Statue of Unity) ખાતે શાનદાર પ્રાકૃતિક વાતાવરણમાં સૌ પ્રથમ વખત ‘ધ યુનિટી ટ્રેઈલ’ નામની બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સમગ્ર દેશમાંથી સાયકલિંગ ઉત્સાહીઓ ઉમટી પડ્યા હતા.

ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ ભવ્ય સાઈક્લોથોનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશના ૨૧ રાજ્યોમાંથી કુલ ૧૬૦ કરતાં વધુ પ્રોફેશનલ સાયક્લિસ્ટોએ ભાગ લીધો હતો, જેમાં ૧૨૧ પુરૂષો અને ૩૯ મહિલા સાયક્લિસ્ટનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી પણ ૧૮ જેટલા સાયક્લિસ્ટ સહભાગી બન્યા હતા. પ્રોફેશનલ ખેલાડીઓ ઉપરાંત, ઇન્ડિયન રેલવે અને ઇન્ડિયન એરફોર્સના સાયક્લિસ્ટો પણ આ સ્પર્ધામાં સામેલ થયા હતા.

બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ રવિવારે થયો હતો. રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે લીલી ઝંડી આપીને સાઈકલોથોનનો શુભારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે યોજાયેલી ૫ કિમીની સાઈકલોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ૬૫૦થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રેરણાદાયક ઇવેન્ટમાં મંત્રી, ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓએ પણ સાયકલ ચલાવી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

સ્પર્ધાના બીજા દિવસે સોમવારે મુખ્ય રેસ યોજાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકના ૨૦ કિમીના સર્ક્યુલર રૂટ પર આ સ્પર્ધા આયોજિત કરાઈ હતી. મહિલા સ્પર્ધકોએ ૩ રાઉન્ડ (૬૦ કિમી) અને પુરૂષ સ્પર્ધકોએ ૫ રાઉન્ડ (૧૦૦ કિમી) પૂર્ણ કર્યા હતા.

ગુજરાત સરકારે સૌ પ્રથમ વખત આ પ્રકારની ઇવેન્ટમાં સાઈક્લિસ્ટોને રોકડ ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા:

પ્રથમ ક્રમાંક: ₹૩ લાખ

બીજો ક્રમ: ₹૨ લાખ

તૃતીય ક્રમ: ₹૧ લાખ

આ ઉપરાંત, બંને વિભાગોમાં અન્ય ૧૩-૧૩ સ્પર્ધકોને પણ પ્રોત્સાહનરૂપે રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા.

આયોજકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાઈક્લોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહેશે અને આગામી સમયમાં આ ટ્રેક વિશ્વ વિખ્યાત બની રહેશે. આ ઇવેન્ટ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic