Tuesday, 22 September 2026
  • Home  
  • પોક્સો કેસોમાં ગુજરાતમાં ઐતિહાસિક ન્યાય, ૫ વર્ષમાં ૯૦૮ને આજીવન કેદ અને ૧૬ને ફાંસી!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

પોક્સો કેસોમાં ગુજરાતમાં ઐતિહાસિક ન્યાય, ૫ વર્ષમાં ૯૦૮ને આજીવન કેદ અને ૧૬ને ફાંસી!

ગાંધીનગર: ગુજરાતમાં મહિલાઓ અને માસૂમ દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ પર મક્કમતાથી આગળ વધી રહી છે. માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ આચરનારા નરાધમોને કડકમાં કડક સજા અપાવવા માટે ગુજરાત પોલીસે અપનાવેલી વૈજ્ઞાનિક તપાસ પદ્ધતિ અને ફાસ્ટ ટ્રેક કોર્ટોની સક્રિયતાના પરિણામે પોક્સો (POCSO – Protection of Children from Sexual Offences) હેઠળના […]

ગાંધીનગર: ગુજરાતમાં મહિલાઓ અને માસૂમ દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ પર મક્કમતાથી આગળ વધી રહી છે. માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ આચરનારા નરાધમોને કડકમાં કડક સજા અપાવવા માટે ગુજરાત પોલીસે અપનાવેલી વૈજ્ઞાનિક તપાસ પદ્ધતિ અને ફાસ્ટ ટ્રેક કોર્ટોની સક્રિયતાના પરિણામે પોક્સો (POCSO – Protection of Children from Sexual Offences) હેઠળના કેસોમાં ઐતિહાસિક અને ઝડપી ચુકાદાઓ આવી રહ્યા છે. તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર ૭૨ કલાકમાં કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ ફટકારીને એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

રાજ્ય સરકારના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૨ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ ૧,૭૮૫ ચુકાદાઓ આપવામાં આવ્યા છે. જેમાં ૯૦૮ ગુનેગારોને કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ અને ૧૬ અત્યંત નિર્દય નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વર્ષ દર વર્ષે ન્યાયિક પ્રક્રિયામાં નોંધપાત્ર ઝડપ આવી રહી છે, જે અંતર્ગત માત્ર વર્ષ ૨૦૨૬ ના પ્રથમ આઠ મહિનામાં જ ૩૪૬ કેસોના ચુકાદા આવ્યા છે, જેમાંથી ૨૪૧ આરોપીઓને આજીવન કેદ અને ૨ ને ફાંસીની સજા થઈ છે. એટલું જ નહીં, માત્ર ઓગસ્ટ ૨૦૨૬ના એક જ મહિનામાં ૪૮ કેસોમાં આજીવન કેદ સહિતના સજાના ચુકાદા સંભળાવવામાં આવ્યા છે.

આ ઐતિહાસિક સિદ્ધિ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ પણ જાતની દયા કે છૂટછાટ હોઈ જ ન શકે.” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટો અને સુદ્રઢ કાયદાકીય માળખું ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી પીડિતાના પરિવારને મહિનાઓ કે વર્ષો નહીં પરંતુ ગણતરીના દિવસોમાં ન્યાય મળી રહ્યો છે. તેમણે ચાર્જશીટના માત્ર ૭૨ કલાકમાં ચુકાદો લાવવા બદલ ગુજરાત પોલીસની ‘ટોપ ટુ બોટમ’ લેવલની તપાસ, સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન અને ન્યાયતંત્રની સક્રિયતાની ભારે પ્રશંસા કરી હતી.

રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પોક્સો કેસોમાં ‘સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય’ના ત્રિ-સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પોલીસ દ્વારા મોટાભાગના કેસોમાં ૪૫ દિવસની અંદર જ અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૪૦ પોક્સો ગુનામાં પોલીસે ૧ થી ૧૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દાખલો બેસાડ્યો છે. રાજ્ય સરકાર, પોલીસ અને પ્રોસિક્યુશનના આ જબરદસ્ત સંકલનને કારણે ગુનેગારોમાં કાયદાનો ખોફ ઊભો થયો છે અને દીકરીઓ માટે સુરક્ષિત વાતાવરણ વધુ મજબૂત બન્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic