Monday, 21 September 2026
  • Home  
  • વડોદરા–આણંદના વાહનચાલકોની આતુરતાનો અંત, ‘ગંભીરા બ્રિજ’નું ૨૦ સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ!
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરા–આણંદના વાહનચાલકોની આતુરતાનો અંત, ‘ગંભીરા બ્રિજ’નું ૨૦ સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ!

વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા અને આણંદને જોડતા મહી નદી પરના અત્યંત મહત્વપૂર્ણ એવા નવા ‘ગંભીરા બ્રિજ’નું લોકાર્પણ આગામી ૨૦ સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. ગત વર્ષે જુલાઈ ૨૦૨૫ માં જૂનો પુલ ધરાશાયી થવાની દુઃખદ ઘટના બાદ રાજ્યના માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં રૂ. […]

વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા અને આણંદને જોડતા મહી નદી પરના અત્યંત મહત્વપૂર્ણ એવા નવા ‘ગંભીરા બ્રિજ’નું લોકાર્પણ આગામી ૨૦ સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. ગત વર્ષે જુલાઈ ૨૦૨૫ માં જૂનો પુલ ધરાશાયી થવાની દુઃખદ ઘટના બાદ રાજ્યના માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં રૂ. ૨૧૨ કરોડના ખર્ચે આ નવો આધુનિક બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા બ્રિજના નિર્માણથી વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચેનો વાહનવ્યવહાર ફરી એકવાર પૂર્વવત થશે, જેનાથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે.

અગાઉ આ બ્રિજનું ઉદ્ઘાટન ૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત દરમિયાન થવાનું આયોજન હતું. પરંતુ, નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકારે બ્રિજની મજબૂતીની સંપૂર્ણ ખાતરી કરવા માટે ત્રણ વધારાના સુરક્ષા પરીક્ષણો (Safety Tests) કરવાનો આદેશ આપ્યો હતો. આ નિયમ મુજબ બ્રિજનો પુલ-આઉટ ટેસ્ટ, વાઇબ્રેશન મોનિટરિંગ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. બ્રિજ તમામ ક્ષમતા કસોટીઓમાં સંપૂર્ણપણે પાસ થયા બાદ હવે તેના લોકાર્પણનો માર્ગ મોકળો બન્યો છે, જે અંગે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા રાજ્ય સરકારને સત્તાવાર પ્રસ્તાવ પણ મોકલી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની ૨૦ સપ્ટેમ્બરની વડોદરા મુલાકાત દરમિયાન માત્ર ગંભીરા બ્રિજ જ નહીં, પરંતુ સમગ્ર વડોદરા જિલ્લા અને શહેર માટે રૂ. ૧,૨૭૩ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં માર્ગ અને મકાન વિભાગના ₹૨૧૨ કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ₹૩૦.૨૨ કરોડ, શ્રમ અને રોજગાર વિભાગના ₹૨૪.૫૯ કરોડ, અને સિટી R&B ના ₹૨૫.૦૭ કરોડના કામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, પંચાયત વિભાગના ₹૪૦૮.૮૭ કરોડ, GETCO ના ₹૧૦૬ કરોડ, વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ₹૪૪૧.૪૨ કરોડ તેમજ આરોગ્ય અને આયોજન વિભાગના અન્ય કરોડના વિકાસ કામોની ભેટ વડોદરાવાસીઓને મળશે. આટલા વિપુલ પ્રમાણમાં થનારા વિકાસકાર્યો અને નવા ગંભીરા બ્રિજના પ્રારંભથી વડોદરા-આણંદ સહિત સમગ્ર મધ્ય ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic