ખેડા: ઉપરવાસમાં ભારે વરસાદ અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં આવેલા મહી નદીના કાંઠાના ગામોના નાગરિકોને સાવધ રહેવાની અને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તાજેતરમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
સલામતીના ભાગરૂપે, કેટલાંક માર્ગોને હાલ પૂરતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ માર્ગો ૨ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
ઉપરવાસમાં આવેલા પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા, ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના મહી નદીના કાંઠે આવેલા ગામોના નાગરિકોને સાવધ રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવે છે.
સલામતીના ભાગરૂપે, નીચે દર્શાવેલ માર્ગોને વાહનવ્યવહાર હાલ પુરતા બંધ કરવામાં આવ્યા છે. pic.twitter.com/oqAMJugQxw— Collector Kheda (@collectorkheda) August 31, 2025
બંધ કરાયેલા મુખ્ય માર્ગો:
- ઠાસરા-ગોળજ રોડ
- ઠાસરા-ચંદાસર-રસુલપુર-એકલવેલું રોડ
- ધોરાની મુવાડીથી વાઘારોલી રોડ
- વાડદથી ડાભાલી રોડ
- જાખેડથી સીમલજ રોડ
- વીંઝોલ-સેવાપુરા રોડ
- વાડદથી ચપટિયા રોડ
- અંઘાડીથી નેતરિયા રોડ
- વાડદથી મીઠાના મુવાડા રોડ
આ તમામ માર્ગો ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ગોળજ, રસુલપુર, એકલવેલુ, મુવાડી, ડાભાલી, જોખમ, સીમલજ, વીંઝોલ, સેવાપુરા, વાડદ અને મીઠાના મુવાડા ગામોના લોકોને અસર થશે. તંત્ર દ્વારા લોકોને સહકાર આપવા અને સલામતી જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.
