Thursday, 11 June 2026
  • Home  
  • વડોદરાના અંકોડિયા ગામની સીમમાંથી ૨૪-૨૫ વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો, શરીર પર ઈજાના નિશાન
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરાના અંકોડિયા ગામની સીમમાંથી ૨૪-૨૫ વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો, શરીર પર ઈજાના નિશાન

વડોદરા શહેર નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં આજે એક રહસ્યમય અને ગંભીર બનાવ સામે આવ્યો છે. ગામની સીમમાં આવેલી અવાવરૂ જગ્યાએથી અંદાજે ૨૪ થી ૨૫ વર્ષની અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા […]

વડોદરા શહેર નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં આજે એક રહસ્યમય અને ગંભીર બનાવ સામે આવ્યો છે. ગામની સીમમાં આવેલી અવાવરૂ જગ્યાએથી અંદાજે ૨૪ થી ૨૫ વર્ષની અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીનો મૃતદેહ અવાવરુ જગ્યાએથી મળ્યો હોવાને કારણે અને તેના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હોવાથી, પોલીસે યુવતીની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, આ હત્યા છે કે આત્મહત્યા, તે રહસ્ય હાલ પૂરતું અકબંધ છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા. પોલીસ દ્વારા સૌપ્રથમ ઘટનાસ્થળને કોર્ડન (ચાર બાજુથી ઘેરી) કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારના પુરાવાઓનો નાશ ન થાય. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

પોલીસે અજાણી યુવતીની ઓળખ મેળવવા માટે પણ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના અંગે અંકોડિયા ગામના સરપંચ ઉલપેશ પટેલે જણાવ્યું હતું કે, અંકોડિયા ગામની સીમમાં આવેલી આ અવાવરૂ જગ્યાએ અગાઉ પણ અનેકવાર ગુનાહિત ઘટનાઓ બની ચૂકી છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

હાલમાં પોલીસે અજાણી યુવતીની હત્યા થઈ છે કે કેમ, તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic