Tuesday, 21 April 2026
  • Home  
  • વડોદરામાં હાઇવે પર હૃદય કંપાવનારો અકસ્માત : વાઘોડિયા-કપુરાઈ ચોકડી રોડ પર દંપતીનું કરૂણ મોત
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં હાઇવે પર હૃદય કંપાવનારો અકસ્માત : વાઘોડિયા-કપુરાઈ ચોકડી રોડ પર દંપતીનું કરૂણ મોત

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક દુઃખદ ઘટના વાઘોડિયા-કપુરાઈ ચોકડી રોડ પર નેશનલ હાઇવે પર બની છે. આ કરૂણ અકસ્માતમાં બાઇક સવાર એક દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડભોઇમાં કરિયાણાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા સમીર શાહ અને તેમના પત્ની બિનલ […]

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક દુઃખદ ઘટના વાઘોડિયા-કપુરાઈ ચોકડી રોડ પર નેશનલ હાઇવે પર બની છે. આ કરૂણ અકસ્માતમાં બાઇક સવાર એક દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, ડભોઇમાં કરિયાણાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા સમીર શાહ અને તેમના પત્ની બિનલ શાહ વાઘોડિયાથી કપુરાઈ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

વાઘોડિયા-કપુરાઈ ચોકડી રોડ પર બાઇક સવાર દંપતીનો ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો. ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બાઇક સવાર સમીર શાહ અને બિનલ શાહ રોડ પર પટકાયા હતા. દુર્ભાગ્યવશ, આ જ સમયે પાછળથી આવી રહેલા એક ટ્રકના ટાયર નીચે આવી જતાં બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કરૂણ અકસ્માતથી શાહ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ દંપતીના મોત થતા તેમના બે પુત્રો નિરાધાર બની ગયા છે, જેમણે અચાનક માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

કપુરાઈ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટ્રક અને ટ્રેક્ટરના બંને ડ્રાઇવરોની તાત્કાલિક ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત કેવી રીતે થયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે શહેરના વુડા સર્કલ પાસે પણ એક અકસ્માતની દુઃખદ ઘટના બની હતી, જેમાં અન્ય એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વડોદરામાં અકસ્માતની વધતી જતી સંખ્યા રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉભો કરી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic