Friday, 30 October 2026
  • Home  
  • નડિયાદ સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે લેવાયા કડક પગલાં, પોલીસ અને વહીવટીતંત્રની લાલ આંખ
- ગુજરાત - મધ્ય ગુજરાત

નડિયાદ સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે લેવાયા કડક પગલાં, પોલીસ અને વહીવટીતંત્રની લાલ આંખ

નડિયાદ: નડિયાદ શહેર સ્થિત અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલયમાં છેલ્લા એક અઠવાડિયાથી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા બારી-બારણાં ખખડાવી વિદ્યાર્થીનીઓને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી હતી. આ ગંભીર બાબતની નોંધ લઈને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે નડિયાદ SC-ST સેલના ડી.વાય.એસ.પી. કૃણાલ રાઠોડ અને અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક ધવલ કરેઠાએ […]

નડિયાદ: નડિયાદ શહેર સ્થિત અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલયમાં છેલ્લા એક અઠવાડિયાથી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા બારી-બારણાં ખખડાવી વિદ્યાર્થીનીઓને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી હતી. આ ગંભીર બાબતની નોંધ લઈને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે નડિયાદ SC-ST સેલના ડી.વાય.એસ.પી. કૃણાલ રાઠોડ અને અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક ધવલ કરેઠાએ સંયુક્ત રીતે છાત્રાલયની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન અધિકારીઓએ વિદ્યાર્થીનીઓ સાથે વ્યક્તિગત વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબના મહત્વના નિર્ણયો લીધા છે:

નવી સુરક્ષા નિમણૂક: છાત્રાલયમાં તાત્કાલિક અસરથી બે મહિલા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવી છે.

ફેન્સિંગની વ્યવસ્થા: છાત્રાલયની ૭ ફૂટ ઊંચી દીવાલ પર વધારાનું સાડા ત્રણ ફૂટનું મજબૂત ફેન્સિંગ લગાવી દેવામાં આવ્યું છે.

બાહ્ય સુરક્ષા: બે પુરુષ સિક્યુરિટી ગાર્ડ છાત્રાલયની બહારના ભાગે રહીને સતત પહેરો ભરશે.

પોલીસ પેટ્રોલિંગ: રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી બે હોમગાર્ડ જવાન તૈનાત રહેશે અને ‘SHE’ ટીમ દ્વારા પણ નિયમિત મુલાકાત લેવામાં આવશે.

ટેકનોલોજીનો ઉપયોગ: છાત્રાલયના પાછળના ભાગે વધુ લાઈટિંગ અને નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. ડી.વાય.એસ.પી. કૃણાલ રાઠોડે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે અને જવાબદાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીનીઓને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર પણ આપી દેવામાં આવ્યા છે જેથી કોઈપણ અડચણ સમયે ત્વરિત મદદ મળી શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic