Friday, 17 April 2026
  • Home  
  • પેટલાદના વહેરા, ડભાસી અને સંતોકપુરામાં કાંસ પર બનશે નવા નાળા, મંત્રી કમલેશ પટેલે કર્યું ખાતમુહૂર્ત
- ગુજરાત - મધ્ય ગુજરાત

પેટલાદના વહેરા, ડભાસી અને સંતોકપુરામાં કાંસ પર બનશે નવા નાળા, મંત્રી કમલેશ પટેલે કર્યું ખાતમુહૂર્ત

આણંદ: આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના અને પ્રજાલક્ષી માળખાગત સુવિધાઓમાં વધારો કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટલાદ વિધાનસભા વિસ્તારમાં આવતા વિવિધ ગામોમાં વર્ષો જૂની પરિવહન સમસ્યાના નિરાકરણ માટે અંદાજિત રૂ. ૩ કરોડ ૯૮ લાખના ખર્ચે નવા નાળા બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાણા રાજ્ય મંત્રીના હસ્તે […]

આણંદ: આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના અને પ્રજાલક્ષી માળખાગત સુવિધાઓમાં વધારો કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટલાદ વિધાનસભા વિસ્તારમાં આવતા વિવિધ ગામોમાં વર્ષો જૂની પરિવહન સમસ્યાના નિરાકરણ માટે અંદાજિત રૂ. ૩ કરોડ ૯૮ લાખના ખર્ચે નવા નાળા બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે કાશીયાપુરા સીમ વિસ્તાર ખાતેથી આ વિકાસલક્ષી કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૩.૯૮ કરોડનું રોકાણ કરી વહેરા, ડભાસી અને સંતોકપુરા ગામોમાંથી પસાર થતા કાંસ ઉપર નવા નાળા બનાવવામાં આવશે. નવા નાળાના નિર્માણથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની અવર-જવરની વર્ષો જૂની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે.

ખાતમુહૂર્તના આ અવસરે આણંદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન જયનસિંહ ચૌહાણ, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિર પટેલ, વહેરા ગામના સરપંચ કુશાગ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ ગામના અગ્રણીઓ, કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો પણ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. આ કામગીરી રાજ્ય સરકારની પ્રત્યેક નાગરિક સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાની કટિબદ્ધતાને દર્શાવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic