Monday, 18 May 2026
  • Home  
  • સુરત: દારૂના નશામાં ચૂર ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે સર્જ્યો અકસ્માત, લોકોએ મેથીપાક ચખાડ્યો
- ગુજરાત - દક્ષિણ ગુજરાત - મનોરંજન

સુરત: દારૂના નશામાં ચૂર ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે સર્જ્યો અકસ્માત, લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર પોતાની કોમેડી અને વીડિયોથી જાણીતો ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ દારૂના નશામાં ધૂત થઈ કાર હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાર પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત […]

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર પોતાની કોમેડી અને વીડિયોથી જાણીતો ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ દારૂના નશામાં ધૂત થઈ કાર હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાર પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ જ્યારે હિરેન પટેલને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તે ભાન ભૂલેલી હાલતમાં નશામાં ચૂર હતો. એટલું જ નહીં, તેની ગાડીની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ઉશ્કેરાયેલા લોકોએ ઈન્ફ્લુએન્સરને મેથીપાક ચખાડ્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો. લોકોને વીડિયોમાં હસાવતો આ શખ્સ વાસ્તવિક જીવનમાં અન્યના જીવ જોખમમાં મૂકતો જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ ઉતરાણ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઈન્ફ્લુએન્સર હિરેન પટેલની અટકાયત કરી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. મેડિકલ રિપોર્ટમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થતા પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં અવારનવાર નબીરાઓ અને પ્રખ્યાત ચહેરાઓ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે વીડિયો બનાવતા આ કલાકારો જ્યારે નશામાં આવીને રસ્તા પર નીકળે છે, ત્યારે નિર્દોષ લોકો ભોગ બને છે. ઉતરાણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic