Tuesday, 1 September 2026
  • Home  
  • અમદાવાદમાં પોલીસ આધુનિકીકરણનો નવો અધ્યાય, ડે.CM હર્ષ સંઘવીએ રૂ.202.85 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું
- ગુજરાત - મધ્ય ગુજરાત

અમદાવાદમાં પોલીસ આધુનિકીકરણનો નવો અધ્યાય, ડે.CM હર્ષ સંઘવીએ રૂ.202.85 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદ: ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને પોલીસ જવાનોની સુખાકારીને પ્રાથમિકતા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ₹202.85 કરોડના વિવિધ પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કમલેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરક્ષા અને આવાસના વિવિધ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રકલ્પો અને ખર્ચની વિગતો રાજ્ય સરકાર દ્વારા પોલીસ માળખાને મજબૂત કરવા નીચે મુજબના […]

અમદાવાદ: ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને પોલીસ જવાનોની સુખાકારીને પ્રાથમિકતા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ₹202.85 કરોડના વિવિધ પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કમલેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરક્ષા અને આવાસના વિવિધ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા પોલીસ માળખાને મજબૂત કરવા નીચે મુજબના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે:

પ્રકલ્પનું નામઅંદાજિત ખર્ચ (કરોડમાં)
ATS અત્યાધુનિક ભવન (છારોડી)₹47.98 કરોડ
અમરાઈવાડી પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ₹74.62 કરોડ
બોડકદેવ અર્બન પોલીસ સ્ટેશન₹33.49 કરોડ
કાગડાપીઠ પોલીસ આવાસ₹39.68 કરોડ
સૈજપુર બોઘા ડૉગ કેનાલ અને ટ્રેનિંગ સેન્ટર₹5.74 કરોડ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એટીએસ (Anti-Terrorist Squad) ની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, એટીએસ માત્ર હથિયારધારી દળ નથી, પણ સાડા છ કરોડ ગુજરાતીઓની સુરક્ષાનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે, “એટીએસ 365 દિવસ 24 કલાક કાર્યરત રહેતી સાયલન્ટ ફોર્સ છે, જેણે પંજાબથી લઈને ઉત્તર પ્રદેશ સુધી ડ્રગ્સ નેટવર્ક અને ટેરર મોડ્યુલ્સનો પર્દાફાશ કર્યો છે.” દરિયાઈ સીમા પર 75થી વધુ પાકિસ્તાની ઘૂસણખોરોને પકડીને એટીએસએ રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી છે.

રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આજે જે શાંતિ છે તેનો શ્રેય પોલીસ અને એટીએસને જાય છે. પોલીસ જવાનો તણાવમુક્ત રહીને ફરજ બજાવી શકે તે માટે આધુનિક આવાસ યોજનાઓ સાકાર થઈ રહી છે. ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ સાથે રાજ્યમાં ગુંડાતત્વો કે નશાના સોદાગરો માટે કોઈ સ્થાન નથી.

આ પ્રસંગે ગુજરાત પોલીસના અત્યાધુનિક હથિયારો અને મરીન કમાન્ડોના સાધનોનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. રાજ્ય પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવે સ્વાગત પ્રવચનમાં એટીએસની ઉત્તરોત્તર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic