Tuesday, 21 April 2026
  • Home  
  • ૧.૫ વર્ષના વંશના જઠરમાં ફસાયો ‘હલ્ક’ : અમદાવાદ સિવિલના તબીબોએ જીવ બચાવ્યો
- ગુજરાત - મધ્ય ગુજરાત

૧.૫ વર્ષના વંશના જઠરમાં ફસાયો ‘હલ્ક’ : અમદાવાદ સિવિલના તબીબોએ જીવ બચાવ્યો

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માસૂમનો જીવ બચાવીને દેવદૂત સાબિત થઈ છે. ૧.૫ વર્ષનો માસૂમ બાળક વંશ રમતા-રમતા પ્લાસ્ટિકનું આખેઆખું ‘હલ્ક’ રમકડું ગળી ગયો હતો. ગત ૧૮ જાન્યુઆરીએ જ્યારે વંશને અચાનક ઉલટી થઈ અને તેના ચહેરા પર તકલીફના હાવભાવ જોવા મળ્યા, ત્યારે તેની માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે વંશના રમકડાંના […]

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માસૂમનો જીવ બચાવીને દેવદૂત સાબિત થઈ છે. ૧.૫ વર્ષનો માસૂમ બાળક વંશ રમતા-રમતા પ્લાસ્ટિકનું આખેઆખું ‘હલ્ક’ રમકડું ગળી ગયો હતો. ગત ૧૮ જાન્યુઆરીએ જ્યારે વંશને અચાનક ઉલટી થઈ અને તેના ચહેરા પર તકલીફના હાવભાવ જોવા મળ્યા, ત્યારે તેની માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે વંશના રમકડાંના સેટમાંથી ‘હલ્ક’ ગાયબ હતો. પૂછપરછમાં માસૂમે રમકડું ગળી ગયાનું સ્વીકારતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પરિવાર તાત્કાલિક વંશને સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો. જ્યાં એક્સ-રે રિપોર્ટમાં જોવા મળ્યું કે રમકડું બાળકની હોજરીમાં ફસાયેલું હતું. પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, “આ કોઈ રમકડાનો ટુકડો નહીં, પણ હાથ-પગ અને માથું ધરાવતું પૂર્ણ કદનું પાત્ર હતું. સૌથી મોટો પડકાર અન્નનળી અને જઠર વચ્ચેના કુદરતી વાલ્વમાંથી આ રમકડાને ઈજા વગર બહાર કાઢવાનો હતો.”

જ્યારે હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય વર્કશોપ ચાલી રહ્યો હતો, તેવા વ્યસ્ત સમયે પણ ડૉ. રાકેશ જોશીએ જાતે સર્જરીની આગેવાની લીધી હતી. એનેસ્થેસિયા વિભાગના ડૉ. સ્વેતા અને તેમની ટીમ સાથે મળીને ૧૯ જાન્યુઆરીએ આ ઓપરેશન હાથ ધરાયું હતું. ડોક્ટરોએ દુરબીન (એન્ડોસ્કોપ) વડે અત્યંત સાવચેતીપૂર્વક રમકડાના માથાના ભાગ પર પકડ જમાવી અને વાલ્વને નુકસાન પહોંચાડ્યા વગર તેને મોં વાટે બહાર કાઢ્યું હતું.

ડૉ. જોશીએ ચેતવણી આપતા કહ્યું કે, “જો આ રમકડું જઠરમાંથી આગળ વધીને આંતરડામાં ફસાઈ ગયું હોત, તો આંતરડું ફાટવાનો કે બ્લોક થવાનો ગંભીર ખતરો હતો. તેવા કિસ્સામાં મોટું ઓપરેશન અનિવાર્ય બની જાત.” જોકે, તબીબોની સમયસૂચકતાને કારણે વંશ આજે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને રજા આપી દેવામાં આવી છે.

વંશના પિતા ભાવેશભાઈએ ભાવુક થઈને અન્ય વાલીઓને અપીલ કરી છે કે, “નાના બાળકોને ક્યારેય આવા નાના રમકડાં ન આપવા જોઈએ. બાળક રમતું હોય ત્યારે તેના પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે.” સિવિલ હોસ્પિટલની આ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી હોસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic