Thursday, 29 October 2026
  • Home  
  • ૧૪૯મી રથયાત્રા પૂર્વે સોનાવેશમાં સજ્જ પ્રભુ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં લીન થયા હર્ષ સંઘવી
- ગુજરાત - મધ્ય ગુજરાત

૧૪૯મી રથયાત્રા પૂર્વે સોનાવેશમાં સજ્જ પ્રભુ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં લીન થયા હર્ષ સંઘવી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા પૂર્વે નગરજનો અને ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના આ પવિત્ર મહોત્સવ પૂર્વે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરે પરંપરાગત નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી […]

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા પૂર્વે નગરજનો અને ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના આ પવિત્ર મહોત્સવ પૂર્વે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરે પરંપરાગત નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા તેમજ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર, જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સ્નાનયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ૧૫ દિવસ સુધી સરસામાન એટલે કે અણસરમાં (બીમાર) રહે છે. ૧૫ દિવસના અણસર બાદ સ્વસ્થ થઈને આજે પ્રભુ જ્યારે નિજ મંદિરમાં પધાર્યા ત્યારે તેમના તેજસ્વી સ્વરૂપના ‘નવયૌવન દર્શન’ થયા હતા. મંદિરના ગર્ભગૃહમાં પ્રભુની આંખો પર રેશમી પાટા બાંધવાની પરંપરાગત નેત્રોત્સવ વિધિ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ અવસરે ભગવાનને અલૌકિક અને ભવ્ય ‘સોનાવેશ’ (સુવર્ણ શણગાર) ધારણ કરાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે જગન્નાથ મંદિરના શિખર પર વિધિવત રીતે ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું હતું. ધ્વજ પૂજન અને ધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને સંતો ભગવાનની ભવ્ય મહાઆરતીમાં સહભાગી થયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ પ્રાર્થના કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં નીકળતી રથયાત્રાઓ કરોડો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા અને અસ્મિતાનું પ્રતીક છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ વર્ષે સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજી આધારિત અનેક નવીન પ્રકલ્પો, સીસીટીવી નેટવર્ક, ડ્રોન સર્વેલન્સ અને સોશિયલ પોલીસિંગનો વ્યાપક ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય સર્વે અમિત શાહ, કૌશિક જૈન, દિનેશસિંહ કુશવાહ, અમૂલ ભટ્ટ, હસમુખ પટેલ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.

વહીવટી અને પોલીસ તંત્ર તરફથી રાજ્ય પોલીસ વડા (DGP) જી. એસ. મલિક, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહી દર્શનનો લહાવો લીધો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic