Thursday, 11 June 2026
  • Home  
  • હરણી બોટ કાંડના પીડિતોને મળ્યા અરવિંદ કેજરીવાલ, પીડિતોએ કહ્યું, “અમને ન્યાય નહીં, માત્ર નજરકેદ મળે છે”
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

હરણી બોટ કાંડના પીડિતોને મળ્યા અરવિંદ કેજરીવાલ, પીડિતોએ કહ્યું, “અમને ન્યાય નહીં, માત્ર નજરકેદ મળે છે”

વડોદરા: વડોદરાના ચર્ચિત અને કમકમાટીભર્યા હરણી બોટ દુર્ઘટનાકાંડને બે વર્ષનો સમય વીતવા આવ્યો હોવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે દર-દર ભટકી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવનાર પરિવારોએ તેમની મુલાકાત કરી પોતાની વેદના […]

વડોદરા: વડોદરાના ચર્ચિત અને કમકમાટીભર્યા હરણી બોટ દુર્ઘટનાકાંડને બે વર્ષનો સમય વીતવા આવ્યો હોવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે દર-દર ભટકી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવનાર પરિવારોએ તેમની મુલાકાત કરી પોતાની વેદના રજૂ કરી હતી.

મુલાકાત દરમિયાન પીડિત પરિવારોએ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા. એક મૃતક બાળકીની માતાએ જણાવ્યું કે, “જ્યારે મેં એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ન્યાયની માંગ કરી, ત્યારે મને પકડીને સભામાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી.” પરિવારોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં જ્યારે પણ ભાજપના કોઈ મોટા નેતા કે મંત્રી આવે છે, ત્યારે પોલીસ દ્વારા પીડિત પરિવારોને નજરકેદ કરી દેવામાં આવે છે જેથી તેઓ વિરોધ ન કરી શકે.

અરવિંદ કેજરીવાલે ૧૨ માસૂમ બાળકો અને ૨ શિક્ષિકાઓના જીવ લેનારી આ દુર્ઘટના અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પીડિતોની વાતો શાંતિપૂર્વક સાંભળી અને વિશ્વાસ અપાવ્યો કે આમ આદમી પાર્ટી આ મામલે ન્યાય અપાવવા માટે મક્કમતાથી લડશે. કેજરીવાલે કહ્યું કે, માસૂમોના જીવ જવાની ઘટનામાં આટલો વિલંબ એ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

વડોદરાના હરણી તળાવમાં બે વર્ષ પહેલા ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડવા અને સુરક્ષાના સાધનોના અભાવે બોટ પલટી ગઈ હતી. આ માનવસર્જિત દુર્ઘટનામાં ૧૨ નિર્દોષ ભૂલકાઓ અને ૨ શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ થઈ હોવા છતાં, મુખ્ય કાવતરાખોરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ હજુ પણ અધૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic