Wednesday, 2 September 2026

Tag: AAP Gujarat

ગુજરાત દક્ષિણ ગુજરાત

ચૈતર વસાવાને સેશન્સ કોર્ટે ફટકારી 7 વર્ષની સજા, AAP નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો

રાજપીપળા: ગુજરાતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય આરોપીઓને વર્ષ ૨૦૨૩ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો અને બળજબરીથી નાણાં પડાવવાના (extortion) કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આ કેસમાં કસૂરવાર જાહેર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

Gujarat Politics : વનકર્મી પર હુમલાના કેસમાં AAP MLA ચૈતર વસાવા અને પત્ની સહિત 9 આરોપીઓ દોષિત જાહેર

રાજપીપળા: ગુજરાતના રાજકારણ અને ખાસ કરીને આદિવાસી બેલ્ટમાંથી આ સમયના સૌથી મોટા અને ચકચારી સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના લોકપ્રિય અને ડેડિઆપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) સહિત કુલ ૯ લોકોને વન વિભાગના કર્મચારી પર હુમલો અને ધમકી આપવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો, અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલો

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક આકરો પત્ર લખીને રાજ્યમાં ચાલી રહેલી ધરપકડો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર AAPની વધતી લોકપ્રિયતાથી ડરી ગઈ છે અને પોલીસના જોરે ચૂંટણી જીતવા માટે વિપક્ષી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

“સોના કરતાં ઘડામણ મોંઘું” : 5 કરોડના ઘઉં પાછળ 157 કરોડનો ખર્ચ! ગોપાલ ઇટાલિયાના સરકાર પર આકરા પ્રહાર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારની સસ્તા અનાજની યોજના પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવેલા લેખિત જવાબના આધારે ઇટાલિયાએ દાવો કર્યો છે કે રાજ્ય સરકાર ગરીબોને અનાજ આપવાના નામે ટ્રાન્સપોર્ટેશન અને વિતરણ ખર્ચમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, જે સીધો ભ્રષ્ટાચાર તરફ આંગળી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

UCC મુદ્દે ગોપાલ ઇટાલિયાના સરકાર પર આકરા પ્રહાર, “કાયદા પહેલા શિક્ષણ અને રોજગારમાં સમાનતા લાવો”

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ગૃહમાં સમાન નાગરિક કાયદા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર સંવિધાનના આર્ટિકલ 44નો હવાલો આપીને UCC લાવવા માંગતી હોય, તો આર્ટિકલ 46 મુજબ પછાત વર્ગોના કલ્યાણ અને તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાની જવાબદારી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગાંધીનગર : દયાલ ઠાકોર અને આશાબેન ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ AAPમાં સામેલ

ગાંધીનગર: ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. “મિશન ગુજરાત” ના ભાગરૂપે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે આયોજિત “પરિવર્તન લાવો, કિસાન બચાવો સભા” માં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં રાજ્યના અનેક અગ્રણી નેતાઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા […]

ઉત્તર ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર

‘આપ’ નેતા જિગીષા પટેલ પર હુમલા મામલે AAP અને BJP વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ, જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ/ગોંડલ: ગોંડલના ભગવતીપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીષા પટેલ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. જિગીષા પટેલ જ્યારે વોર્ડની સમસ્યાઓ અંગે સ્થાનિકોની રજૂઆત સાંભળવા ગયા હતા, ત્યારે તેમની કાર પર પથ્થરમારો કરી કાચ તોડવામાં આવ્યા હતા અને તેમને માથા તેમજ આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી. […]

ગુજરાત મધ્ય ગુજરાત

“પાતાળલોક જવું હોય તો સીટીએમ આવો”: રોડની દુર્દશા મુદ્દે AAP નેતાના ભાજપ પર આકરા પ્રહાર

અમદાવાદ: અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા સીટીએમ ચાર રસ્તાની બિસ્માર હાલતને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS ના શહેર પ્રમુખ યાત્રિક પટેલે આજે આ મામલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સીટીએમ રોડ પર પડેલા મોટા ભુવા અને ખાડાઓનો ઉલ્લેખ કરતા વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે, “જો કોઈને સીધા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આદિવાસી ઉમેદવારો સાથે અન્યાયનો આક્ષેપ : રેવન્યુ તલાટી ભરતીમાં ૪૦% લઘુતમ ગુણની મર્યાદા હટાવવા ચૈતર વસાવાની રજૂઆત

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરવામાં આવેલી ૨૩૮૯ રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયા સામે લાલ આંખ કરી છે. ચૈતર વસાવાએ મંડળના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આ ભરતીમાં અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારો માટે રાખવામાં આવેલી ૪૦ ટકા ફરજિયાત લઘુતમ ગુણની શરત […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરાથી કેજરીવાલનું રણશિંગુ : “૨૦૨૭માં ભાજપ જશે અને ગુજરાતના લોકોની સત્તા આવશે”

વડોદરા: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે વડોદરા ખાતે આયોજિત ભવ્ય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો એજન્ડા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, “હવે ભાજપના શાસનનો અંત નજીક છે. ૨૦૨૭માં ભાજપ જશે અને સાચા અર્થમાં ગુજરાતની જનતાની સત્તા આવશે.” તેમણે આ લડાઈને ગુજરાતીઓના આત્મસન્માનની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic