Wednesday, 13 May 2026

Blog

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગીર બાદ હવે બરડા અભયારણ્ય સિંહોનું બીજું ઘર, ૧૭ સિંહોનો પરિવાર થયો સ્થાપિત

ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહો માટે હવે ગીર બાદ બીજું મોટું અને સુરક્ષિત નિવાસસ્થાન તૈયાર થઈ રહ્યું છે. પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહોની વધતી હાજરી અને કુદરતી રીતે જ તેમના સંવર્ધનથી વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. આ અંગે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે અને […]

દેશ-દુનિયા મનોરંજન

વર્સેટાઈલ અભિનેતા મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PMએ પાઠવ્યા અભિનંદન

ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૨૦૨૩ માટે સુપ્રસિદ્ધ અભિનેતા મોહનલાલની પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય સિનેમામાં તેમના અજોડ યોગદાન બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવશે. આ એવોર્ડ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાનાર ૭૧મા નેશનલ ફિલ્મ એવોર્ડ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ

BHARUCH દૂધધારા ડેરી ચૂંટણી: ઘનશ્યામ પટેલનો ભવ્ય વિજય, અરુણસિંહ રાણા પેનલનો કારમો પરાજય

ભરૂચ: ગુજરાતના સહકારી ક્ષેત્રમાં અત્યંત ચર્ચાસ્પદ બનેલી ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં અપેક્ષા મુજબની રસાકસી જોવા મળી નહોતી અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલે જબરજસ્ત વિજય મેળવી ફરી એકવાર દૂધધારા ડેરી પર પોતાનો કબ્જો જમાવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો સામસામે હતા અને અનેક સહકારી આગેવાનો માટે તે […]

ગુજરાત લાઈફસ્ટાઈલ

નવરાત્રી ૨૦૨૫: આ વર્ષે ગરબાના મેદાનમાં ટ્રેન્ડી લુક્સ સાથે છવાઈ જાઓ!

આગામી ૨૨મી સપ્ટેમ્બર, સોમવારથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં ગરબા અને દાંડિયાની સાથે સાથે ફેશન અને શણગારનું પણ આગવું મહત્ત્વ હોય છે. દરેક છોકરી અને સ્ત્રી આ નવ રાત્રિ દરમિયાન પોતાને શ્રેષ્ઠ રીતે સજાવવા માગે છે. આ વર્ષે ટ્રેન્ડિંગ લુક્સ સાથે ગરબાના મેદાનમાં કેવી રીતે છવાઈ જવું, […]

ગુજરાત મધ્ય ગુજરાત

વરસાદ બન્યો વિલન: વડોદરામાં પોલીસના ‘શક્તિ વંદના’ ગરબા કાર્યક્રમ રદ્દ

નવરાત્રીના પાવન પર્વ પહેલાં જ વડોદરામાં વરસી રહેલા અચાનક વરસાદે ગરબા રસિકો અને આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. આજે, પોલીસ વિભાગ દ્વારા આયોજિત ‘શક્તિ વંદના ૨૦૨૫’ ગરબા કાર્યક્રમ ધોધમાર વરસાદને કારણે રદ્દ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક જીગરદાન ગઢવી પર્ફોમ કરવાના હતા, પરંતુ હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે આ નિર્ણય લેવો પડ્યો. વડોદરા શહેર […]

દેશ-દુનિયા

INDIA : ચૂંટણી પંચે વધુ ૪૭૪ અમાન્ય રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા

ભારતના ચૂંટણી પંચે (ECI) ચૂંટણી પ્રણાલીને સ્વચ્છ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં, *૪૭૪ રજિસ્ટર્ડ અનરકોગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPPs)*ને યાદીમાંથી હટાવી દેવામાં આવી છે. આ પક્ષોએ છેલ્લા છ વર્ષથી કોઈપણ ચૂંટણીમાં ભાગ લીધો નથી. આ સાથે, છેલ્લા બે મહિનામાં કુલ ૮૦૮ આવા પક્ષોને ચૂંટણી પંચે ડિલિસ્ટ કર્યા છે. આ કાર્યવાહી ‘ધ રિપ્રેઝન્ટેશન ઓફ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ભેળસેળયુક્ત ખોરાક વેચનારા આઠ વેપારીઓને રૂ.૪.૯૦ લાખનો દંડ

વડોદરા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએથી એકત્ર કરવામાં આવેલા નમૂનાઓના પ્રયોગશાળાના અહેવાલમાં ગોપીશ્રી ગાયનું ઘી, ચક્કી ફ્રેશ ઘઉંનો લોટ, શ્રીરામ મસાલા મરચું, ગોપાલ નમકીન અડદ પાપડ અને વેદરાજ મસાલા ધાણાજીરું સહિતના ખાદ્ય પદાર્થો મિસબ્રાન્ડેડ અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

નવરાત્રીના માહોલ વચ્ચે વડોદરામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, ખેલૈયાઓ મૂંઝવણમાં

ભાદરવા મહિનામાં વરસાદે જાણે ભારે કરી છે. નવરાત્રીનો પાવન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધી છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, ભારે બફારા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા અને બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારોમાં […]

દેશ-દુનિયા મનોરંજન

લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં નિધન, આસામના CMએ શોક વ્યક્ત કર્યો

આસામના જાણીતા ગાયક અને લોકપ્રિય કલાકાર ઝુબીન ગર્ગનું સિંગાપોરની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના અચાનક અવસાનથી આસામ અને સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં શોકની લહેર ફરી વળી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શોક વ્યક્ત કરતા કહ્યું કે આસામે આજે તેના એક પ્રિય પુત્રને ગુમાવ્યો છે, અને તેમના જવાથી એક એવી ખાલી જગ્યા સર્જાઈ છે જે ક્યારેય […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું : રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી

આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, નવરાત્રી દરમિયાન રાસ-ગરબા-દાંડિયા અને અન્ય ઉજવણીઓ માટે માઈક સિસ્ટમ કે લાઉડસ્પીકર રાત્રિના ૧૨ વાગ્યા પછી ચાલુ રાખી શકાશે નહીં. જાહેરનામાની વિગતો અનુસાર, તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૦૧/૧૦/૨૦૨૫ સુધીના નવરાત્રીના ૧૦ દિવસ અને દશેરાના દિવસે એટલે કે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic