Wednesday, 15 April 2026
  • Home  
  • ‘ધુરંધર’નો ધબડકો: લદ્દાખમાં ફિલ્મ ટેક્સ-ફ્રી જાહેર, બોક્સ ઓફિસ પર 700 કરોડનો આંકડો પાર!
- દેશ-દુનિયા - મનોરંજન

‘ધુરંધર’નો ધબડકો: લદ્દાખમાં ફિલ્મ ટેક્સ-ફ્રી જાહેર, બોક્સ ઓફિસ પર 700 કરોડનો આંકડો પાર!

લેહ/લદ્દાખ: બોલીવુડની અત્યંત સફળ ફિલ્મ ‘ધુરંધર’ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ આ ફિલ્મને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ટેક્સ-ફ્રી જાહેર કરી છે. આ ફિલ્મનું શૂટિંગ મોટાભાગે લદ્દાખના મનમોહક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જે લદ્દાખના પ્રવાસન અને કુદરતી સૌંદર્યને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા ટ્વિટ […]

લેહ/લદ્દાખ: બોલીવુડની અત્યંત સફળ ફિલ્મ ‘ધુરંધર’ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ આ ફિલ્મને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ટેક્સ-ફ્રી જાહેર કરી છે. આ ફિલ્મનું શૂટિંગ મોટાભાગે લદ્દાખના મનમોહક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જે લદ્દાખના પ્રવાસન અને કુદરતી સૌંદર્યને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે.

લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને જણાવાયું છે કે, “આ ફિલ્મ લદ્દાખના સિનેમેટિક લેન્ડસ્કેપને હાઈલાઈટ કરે છે. વહીવટીતંત્ર નવી ફિલ્મ પોલિસી પર પણ કામ કરી રહ્યું છે જેથી લદ્દાખ ફિલ્મ શૂટિંગ માટે પસંદગીનું સ્થળ બની શકે.”

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ ફિલ્મ બોક્સ ઓફિસ પર રોકાવાનું નામ નથી લઈ રહી. ચોથા સપ્તાહમાં પણ આ ફિલ્મે જબરદસ્ત પ્રદર્શન કરતા અંદાજે ₹101 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન ₹700.50 કરોડ સુધી પહોંચી ગયું છે.

  • કુલ કમાણી: ₹700.50 કરોડ (અંદાજે)
  • ચોથા સપ્તાહનું કલેક્શન: ₹101 કરોડ
  • આગામી લક્ષ્ય: પુષ્પા-2 (₹738 કરોડ) નો રેકોર્ડ

ટ્રેડ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ, ‘ધુરંધર’ હવે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ ના ₹738 કરોડના લાઈફટાઈમ રેકોર્ડની અત્યંત નજીક છે. જે રીતે ફિલ્મની તેજ ગતિ જળવાઈ રહી છે, તે જોતા આગામી ગણતરીના દિવસોમાં ‘ધુરંધર’ હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ (Highest Grossing Hindi Film of All Time) બની શકે છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના અને સંજય દત્ત અભિનીત આ જાસૂસી થ્રિલરને પ્રેક્ષકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic