Monday, 18 May 2026
  • Home  
  • મેડિકલ ક્ષેત્રે વડોદરાનું ગૌરવ: ગોત્રી મેડિકલ કોલેજના ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ પ્રોજેક્ટને રાજ્ય કક્ષાનો એવોર્ડ
- ગુજરાત - મધ્ય ગુજરાત

મેડિકલ ક્ષેત્રે વડોદરાનું ગૌરવ: ગોત્રી મેડિકલ કોલેજના ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ પ્રોજેક્ટને રાજ્ય કક્ષાનો એવોર્ડ

વડોદરા: જીએમઇઆરએસ (GMERS) સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગે મેડિકલ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે ગત તા. ૧૯મીના રોજ યોજાયેલા ‘GRIP’ સમિટના ત્રીજા અધિવેશનમાં ગોત્રી હોસ્પિટલના ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ પ્રોજેક્ટને રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત થયો છે. આ રચનાત્મક વિચાર અને તેના સફળ અમલીકરણ બદલ ગોત્રીની […]

વડોદરા: જીએમઇઆરએસ (GMERS) સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગે મેડિકલ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે ગત તા. ૧૯મીના રોજ યોજાયેલા ‘GRIP’ સમિટના ત્રીજા અધિવેશનમાં ગોત્રી હોસ્પિટલના ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ પ્રોજેક્ટને રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત થયો છે. આ રચનાત્મક વિચાર અને તેના સફળ અમલીકરણ બદલ ગોત્રીની ફોરેન્સિક ટીમને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ નવતર પ્રોજેક્ટ પાછળનો વિચાર ગોત્રી મેડિકલ કોલેજના પ્રાધ્યાપક ડૉ. હિતેશ રાઠોડને આવ્યો હતો. અમદાવાદ પ્લેન દુર્ઘટના જેવી મોટી હોનારતો સમયે જ્યારે મોટી સંખ્યામાં મૃતદેહોના પોસ્ટમોર્ટમની જરૂર પડે, ત્યારે સ્થળ પર જ સુવિધા કેવી રીતે પહોંચાડી શકાય તે હેતુથી આ પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો. ડૉ. હિતેશ રાઠોડની સાથે ડૉ. ઉત્તમ સોલંકી અને ડૉ. કૃણાલ વસાવાએ મળીને એક કન્ટેનરમાં સંપૂર્ણ સુવિધા ધરાવતો ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ તૈયાર કર્યો છે.

સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ રૂમમાં સડી ગયેલા (Decomposed) મૃતદેહોના પીએમ વખતે અતિશય દુર્ગંધ ફેલાતી હોય છે, જેનાથી અન્ય મૃતદેહો અને ત્યાં કામ કરતા પોલીસ કર્મચારીઓ તેમજ ડોક્ટરોને ભારે મુશ્કેલી પડે છે. ગોત્રી ખાતે છેલ્લા ચાર મહિનાથી કાર્યરત આ મોબાઇલ રૂમમાં:

  • અત્યાર સુધી ૮ ડિકમ્પોઝ બોડીના સફળ પોસ્ટમોર્ટમ કરાયા છે.
  • આ રૂમમાં કોલ્ડ સ્ટોરેજની પણ અદ્યતન વ્યવસ્થા છે.
  • તેનાથી મેઈન પીએમ રૂમમાં દુર્ગંધ ફેલાતી અટકે છે અને સંક્રમણનું જોખમ ઘટે છે.

આ મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ એવા PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) કે CHC માટે વરદાન સાબિત થઈ શકે છે જ્યાં પીએમ રૂમની સુવિધા જર્જરિત હોય અથવા ઉપલબ્ધ ન હોય. આ સફળતા બદલ ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અનુપ ચંદાનીએ ફોરેન્સિક હેડ ડૉ. હિતેશ રાઠોડ અને તેમની સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic