Monday, 21 September 2026
  • Home  
  • ગ્રેટેર નોઈડામાં નોલેજ પાર્ક પાસે બેફામ કારે વિદ્યાર્થીઓને કચડ્યા, આરોપી કારચાલકની ધરપકડ!
- દેશ-દુનિયા

ગ્રેટેર નોઈડામાં નોલેજ પાર્ક પાસે બેફામ કારે વિદ્યાર્થીઓને કચડ્યા, આરોપી કારચાલકની ધરપકડ!

ગ્રેટેર નોઈડા: ઉત્તર પ્રદેશના ગ્રેટેર નોઈડા સ્થિત નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજે GNIOT કૉલેજ બહાર એક બેફામ સ્પીડે આવી રહેલી કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા વિદ્યાર્થીઓને અડફેટે લઈ કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર […]

ગ્રેટેર નોઈડા: ઉત્તર પ્રદેશના ગ્રેટેર નોઈડા સ્થિત નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજે GNIOT કૉલેજ બહાર એક બેફામ સ્પીડે આવી રહેલી કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા વિદ્યાર્થીઓને અડફેટે લઈ કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગૌતમબુદ્ધ નગર પોલીસ કમિશનરેટ તુરંત હરકતમાં આવી ગઈ હતી અને ઝડપી કાર્યવાહી કરીને આરોપી કારચાલકની ધરપકડ કરી લીધી છે.

મળતી વિગતો અનુસાર, નોલેજ પાર્ક વિસ્તારમાં આવેલા શૈક્ષણિક સંસ્થાન બહાર સામાન્ય દિવસની જેમ વિદ્યાર્થીઓની અવરજવર હતી, ત્યારે એક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે ભારે બેદરકારી દાખવીને રસ્તા પર જઈ રહેલા ૪ થી ૫ વિદ્યાર્થીઓને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાં જ વિદ્યાર્થીઓ રોડ પર પટકાઈ ગયા હતા, જેમાં એક વિદ્યાર્થીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સ્પીડમાં આવતી કાર વિદ્યાર્થીઓને ઉડાવીને નાસી છૂટતી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. આ વાયરલ વીડિયોને આધારે નોલેજ પાર્ક પોલીસે તુરંત ગુનો દાખલ કર્યો હતો. પોલીસે અકસ્માત સ્થળ તેમજ આસપાસના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ખંગાળવા માટે અલગ-અલગ ટીમોની રચના કરી હતી. સીસીટીવી અને ગાડીના નંબરના આધારે પોલીસે કલાકોની અંદર જ ઘટનામાં વપરાયેલી કારને પોતાના કબ્જામાં લઈ લીધી હતી.

ગૌતમબુદ્ધ નગર પોલીસ કમિશનરેટે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું છે કે, ગાડીને બેફામ અને બેદરકારીપૂર્વક ચલાવીને અકસ્માત સર્જનાર આરોપી કારચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કારને કાનૂની પ્રક્રિયા હેઠળ જપ્ત કરી લીધી છે અને આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. કૉલેજ અને શૈક્ષણિક વિસ્તારોની બહાર વાહનચાલકોની આવી રફતાર અને બેદરકારી સામે સ્થાનિક લોકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic